• Gujarati News
  • પાલિકા પટાંગણમાં ઉજવાયેલા ગણેશોત્સવનો મુદ્દો સભામાં ઉછળ્યો

પાલિકા પટાંગણમાં ઉજવાયેલા ગણેશોત્સવનો મુદ્દો સભામાં ઉછળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપાલિકાની આજે સોમવારે મળેલી સામાન્ય સભામાં પાલિકા પટાંગણમાં ગણેશોત્સવ ઉજવવાનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષે પરંપરાના ભયસ્થાનો સૂચવી ભવિષ્યમાં મુશ્કેલી પેદા થવાની શક્યતા વર્ણવી હતી.

ચાલુ વરસે પણ નવસારી શહેરમાં ગણેશોત્સવ ટાંણે ઠેરઠેર ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં ગણેશ પ્રતિમાઓના સ્થાપનની સાથે નવસારી પાલિકા પટાંગણમાં પ્રથમવાર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોકે પાલિકા પટાંગણમાં ગણેશોત્સવની ઉજવણીને લઈ શરૂઆતમાં થોડો વાદવિવાદ પણ થયો હતો. જોકે શરૂઆતમાં વિવાદ બાદ ગણેશોત્સવ શાંતિથી પૂર્ણ થયો હતો. જોકે આજની સામાન્ય સભામાં ગણેશોત્સવનો મુદ્દો ઉછળ્યો હતો.

સભાના એજન્ડા ઉપર નગરપાલિકા સેવાસદનમાં અંદાજે 91 લાખના ખર્ચે સુધારાવધારા કરવાનું કામ હતું. કામ ઉપર ચર્ચા કરતા વિપક્ષી સભ્ય બિપીન રાઠોડે કહ્યું કે પાલિકા પટાંગણ (સેવા સદન)માં સુધારાવધારા કરાય ઠીક છે પરંતુ પાલિકા પટાંગણમાં અયોગ્ય પ્રવૃત્તિ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, અમે કોઈ ધર્મના વિરોધી નથી પરંતુ વખતે પાલિકા પટાંગણમાં ગણેશ પ્રતિમાનું સ્થાપન કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી! આગામી સમયમાં કોઈ બીજા સંપ્રદાય યા ધર્મવાળા પાલિકા પટાંગણમાં ધર્મની ઉજવણીની માગ કરશે તો ના પાડી શકાશે નહીં! જો આવી માગ કરાશે તો પાલિકા શું કરશેω મોટી મુશ્કેલી સર્જાશે અને વિવાદ ઉભો થશે! વિપક્ષી સભ્ય બિપીન રાઠોડની રજૂઆત અને સવાલોનો સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ યા શાસક પક્ષના કોઈ સભ્યએ જવાબ આપ્યો હતો!

સામાન્ય સભામાં ખાનગી રહેણાંક વસાહતોમાં પ્રાથમિક સુવિધાઓ માટે રસ્તાની પાલિકાને સોંપણી કરવી, જલાલપોરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ, ડ્રેનેજની ઠેર ઠેર સમસ્યા, શહેરમાં ઘણાં મહિનાઓનથી ઠેર ઠેર માર્ગો નજીક પડી રહેલ પાઈપો વગેરે બાબતે ચર્ચા વિચારણા થઈ હતી. સભામાં વિપક્ષી સભ્યો પ્રમોદ રાઠોડ, ચેતનાબેન પટેલ તથા શાસક પક્ષ તરફથી પ્રમુખ હેમલતાબેન ચૌહાણ, પ્રેમચંદ લાલવાણી, અશ્વિન કાસુંદ્રા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો.

વિપક્ષને માહિતી અપાતી નથી

નવસારીપાલિકામાંવિપક્ષી સભ્યને માહિતી અપાતી હોવાનો ગંભીર આક્ષેપ સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય બિપીન રાઠોડે કર્યો છે. તેમણે કહ્યું કે, અમોએ વિકાસના કામો અંગે અનેક માહિતી માગી છે. જે હજુ અપાઈ નથી. શું અમારે (સુધારાઈ સભ્ય) પણ આરટીઆઈ દ્વારા પાલિકામાં માહિતી માગણી પડશ