• Gujarati News
  • સોળગામની શાળામાં લેખન સ્પર્ધા

સોળગામની શાળામાં લેખન સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોળગામની શાળામાં લેખન સ્પર્ધા

સોનગઢ|સોનગઢની શક્તિ, કાનુની સહાય અને માનવ અધિકાર કેન્દ્રના માધ્યમથી તાલુકાના ઉંડાણના એવા ઓટાથી ખટારીયા સુધીના સોળ ગામે લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું. સ્પર્ધામાં પ્રાથમિક શાળામાં ભયમતા નાના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ધોરણ 1થી 3ના બાળકોએ જય આદિવાસી ધોરણ 4 અને 5ના બાળકોએ જાગો આદિવાસી તથા ધોરણ 6થી 8ના બાળકોએ મારી શાળાએ વિષય પર પોતાના લેખો તૈયાર કર્યા હતાં.

સોનગઢનો વરસાદ 34 ઈંચ થયોે

સોનગઢ|સોનગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી માત્ર વરસાદી ઝાપટા પડવનું નોંધાયું છે. શુક્રવારે સવાર સુધીમાં સોનગઢનો મોસમનો કુલ વરસદા 851 મિમી એટલે કે 34 ઈંચ નોંધાયો છે. સોનગઢ તાલુકાના સરકારી વરસાદ 1740 મિમી ગણાય છે. એના પ્રમાણમાં હજી સુદી માત્ર અડધો વરસાદ પડ્યો છે.

26મીએ પલસાણામાં લોકદરબાર

બારડોલી|ગુજરાત સરકાર દ્વારા લોકોના પ્રશ્નોના નિકાલ માટે ઘર આંગણે મંત્રીઓને મોકલી લોકસંવાદ સેતુ (લોકદરબાર)નું આયોજન કરેલ છે. તે અંતર્ગત પલસાણા તાલુકામાં આગામી 26મી સપ્ટેમ્બરના રોજ પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્તાને લોકદરબાર યોજાશે. અને પ્રભારીમંત્રી તેમજ સ્થાનિક વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ લોકદરબારમાં હાજર રહેશે. પલસાણા મામલતદાર બી. કે. પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રજાએ આગામી 19/9/14 સુધી પોતાના પ્રશ્નોની અરજી પલસાણા મામલતદાર કચેરીમાં કરી શકે છે. જેથી કરી લોકદરબારમાં તેના પ્રશ્નોની ચર્ચા થશે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સિદ્ધિ

નવસારી|જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન 2014-15 વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં યોજાયું હતું. જેમાં તાતા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના વિજ્ઞાન પ્રવાહ તરફથી ઉર્જા સ્ત્રોત અને સંરક્ષણ વિષય અન્વયે રેઈન વોટર હાર્વેસ્ટીંગ ઈન સ્કૂલનો પ્રોજેકટ રજૂ થયો હતો. જે પસંદગી પામી જિલ્લાકક્ષાએ રજૂ થશે. થશિક્ષિકા બહેનો અર્પિતા દેસાઈ, હેતલબેન ટંડેલ તથા હની નાયકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓ દ્વારા માનલ દેસાઈ અને રાજવી માલીએ પ્રોજેકટનું નિર્દશન કર્યુ હતું.

જૂડો એસો.માં પ્રાધ્યાપક વરાયા

નવસારી|ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી અમદાવાદ ખાતે થઈ હતી. જેમાં જુડો એસોસિએશન ઓફ નવસારી ડિસ્ટ્રિકટના મંત્રી અને નારણલાલા કોલેજ નવસારીમાં શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવતા મયુર એમ. પટેલ