• Gujarati News
  • દાંડીગામની હદમાં સ્વરાજ ફળિયા પાસે વિસર્જન બાદ ડીજે સાથે

દાંડીગામની હદમાં સ્વરાજ ફળિયા પાસે વિસર્જન બાદ ડીજે સાથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાંડીગામની હદમાં સ્વરાજ ફળિયા પાસે વિસર્જન બાદ ડીજે સાથે નવસારી તરફ પરત થઈ રહેલા છોટા હાથી ટેમ્પોના ચાલકે ટ્રેકટરમાં બેઠેલા યુવાનને ઈજા પહોંચાડતા ઘટના સંદર્ભે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

નવસારીમાં 8મી સપ્ટેમ્બરના રોજ શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્ણ માહોલમાં દાંડી સહિતના વિવિધ સ્થળોએ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના દિવસે દાંડી ખાતે શ્રીજીની પ્રતિમા સાથે છોટા હાથી ટેમ્પો (નં. જીજે-21-ટી-6290) પણ કોઈક મંડળ સાથે લઈ જવાયો હતો. છોટા હાથી ટેમ્પો લઈને દાંડીના સ્વરાજ ફળિયામાં રહેતો ધર્મેશ પટેલ દાંડીના વિસર્જન સ્થળેથી પરત થઈ રહ્યો હતો ત્યારે સ્વરાજ ફળિયા પાસે રોડ પર દાંડી તરફ શ્રીજીની પ્રતિમા લઈને જઈ રહેલા ટ્રેકટરના ફાળકા સાથે ટેમ્પો અથડાવી દીધો હતો. વખતે ફાળકો ખુલ્લો હતો અને વિજલપોરના મયુરનગરમાં રહેતા લક્ષ્મણભાઈ શંકરભાઈ શિંદેનો ભત્રીજો ત્યાં ખુલ્લા ફાળકા પાસે બેઠો હોવાથી ઘટનામાં લક્ષ્મણભાઈના ભત્રીજાના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક નવસારીની ઓરેંજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પોચાલક વનવેમાં ઘૂસી જઈને અકસ્માત કરતા લક્ષ્મણભાઈ શિંદેએ ઘટના સંદર્ભે છોટા હાથી ટેમ્પોના ચાલક ધર્મેશ પટેલ સામે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જમાદાર દિલીપભાઈ ઉત્તમભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.

વિસર્જન દરમિયાન દાંડી સ્વરાજ ફળિયા પાસે બનેલી ઘટના

છોટા હાથી ટેમ્પોની ટક્કરે વિજલપોરના યુવાનને ઈજા

ટ્રેકટરના ફાળકા સાથે ટેમ્પો અથડાવી દેતા અકસ્માત