• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. નવસારી

ભાસ્કર ન્યૂઝ. નવસારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી

નવસારીનાદરગાહના વાડા વિસ્તારમાં ડ્રેનેજના પાણી બહાર આવી ઘરમાં ઘૂસી ગયા છે. અહીંના બે-ત્રણ ઘરના માલિકો તો ઘર છોડી ચાલી ગયાની જાણકારી મળી છે.

નવસારીમાં વોર્ડ નં. 13મા દરગાહનો વાડો વિસ્તાર આવેલ છે. જ્યાં ગરીબ, લઘુમતિ સમુદાયના લોકો મહત્તમ રહે છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના લોકોની જિંદગી નર્કાગાર બની ગઈ છે. ડ્રેનેજનું ગંદુ ગોબારુ પાણી, ઘરની બહાર તો ફરી રહ્યું છે પરંતુ દુ:ખની વાત છે કે કેટલાક ઘરોમાં પણ ડ્રેનેજના પાણી ઘૂસી ગયા છે.

સ્થાનિકોના કહેવા મુજબ સમસ્યા એક-બે દિવસથી નથી પરંતુ ઘણાં સમયથી છે. અંગે પાલિકા તંત્રમાં રજૂઆતો પણ કરાઈ છે પરંતુ હજુ સુધી પ્રશ્નનો નિકાલ કરાયો નથી. હનીફભાઈ નામના શખ્સ તથા અન્ય બે-ત્રણ ઘરોમાં ડ્રેનેજના પાણી રહેતા ઘરના રહીશો ઘર છોડી અન્યત્ર ચાલી ગયાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. અહીં રહેતા લોકો ગરીબ, સાધારણ સ્થિતિના હોય તેઓનું કોઈ સાંભળતું હોવાની નારાજગી પણ લોકો કરી રહ્યા છે.

અંગે નવસારી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું કે દરગાહના વાડા વિસ્તારની ડ્રેનેજની સમસ્યા હું બરાબર જાણી લઉં છું ત્યારબાદ તેનો તાકીદે ઉકેલ લાવવામાં આવશે.

નવસારીના ઘેલખડી વિસ્તારમાં પણ હાલ ડ્રેનેજની સમસ્યા મોટા પ્રમાણમાં છે તેમ છતાં પાલિકાએ અંગે હજુ સુધી કોઇ પગલાં લેતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઘેલખડીના ગજરાપાર્કનો પણ મોરચો...

નવસારીનાપછાત,અલ્પવિકસિત વિસ્તાર ઘેલખડીના લોકોનો મોરચો ડ્રેનેજના મામલે ગઈકાલે ગુરૂવારે પાલિકામાં આવ્યો હતો. આજે શુક્રવારે પુન: ઘેલખડીના ગજરા પાર્ક વિસ્તારના લોકોનો મોરચો પાલિકા કચેરીએ આવ્યો હતો. અહીંના લોકોની ફરિયાદ હતી કે તેમના વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યા, ગંદકી, ડ્રેનેજની સમસ્યા, મચ્છરનો ઉપદ્રવ વગેરે છે. સમસ્યા તાકીદે હલ કરવી જરૂરી છે. બાબતની રજૂઆત પાલિકાના દંડક આસીફ બરોડાવાલાએ આજે કચેરીમાં સાંભળી તેઓની સમસ્યા હલ કરવાની હૈયાધરપત આપી હતી.

નવસારીના દરગાહના વાડા વિસ્તારમાં ભરાયેલ ડ્રેનેજના પાણી.

નવસારીના દરગાહના વાડામાં ઘરોમાં ડ્રેનેજના પાણી ભરાતા હાલાકી

ડ્રેનેજના પાણીથી ત્રાસી ઘર છોડ્યું

છેલ્લાં કેટલાંક સમયથી સમસ્યા હોવા છતાં કોઇ ઉકેલ નથી