• Gujarati News
  • વસર પાસે બસ વૃક્ષ સાથે ભટકાતા 21ને ઈજા

વસર પાસે બસ વૃક્ષ સાથે ભટકાતા 21ને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાતરફથી નવસારી આવતી નવસારી ડેપોની એસ.ટી. બસ વસર ગામ નજીક માર્ગ નજીકના વૃક્ષ સાથે ભટકાતા બસમાં સવાર 21 મુસાફરોને ઈજા થઈ હતી.
અંગે મળતી માહિતી મુજબ નવસારી એસ.ટી. ડેપોની બસ ગઈકાલે રવિવારે મહુવા વિસ્તારના કોષ ગામે ગઈ હતી. રાત્રે ત્યાં બસનું રાત્રિ રોકાણ હતું. સવારે 7.40 વાગ્યાના અરસામાં બસ નં.જીજે-18-વાય-6085 કોષથી પરત નવસારી આવવા રવાના થઈ હતી. બસ ઉગત પસાર કરી નવસારી તાલુકાના વસર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વરસાદ વરસી રહ્યો હોય માર્ગ ચીકણો થઈ ગયો હતો. સ્થિતિમાં સામેથી એક વાહન પૂરઝડપે આવતા એસ.ટી. બસના ડ્રાયવરે બ્રેક મારતા એસ.ટી. બસ માર્ગ નજીકના લીમડાના વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી.
અકસ્માતમાં એસ.ટી.ના ડ્રાયવર પાટણ જિલ્લાના લક્ષ્મીપુરાના રાયસિંગ ઠાકુરને કપાળના ભાગે વાગતા 6 ટાંકા લેવા પડ્યા હતા. બસમાં સવાર કેટલાક મુસાફરોને પણ ઈજા થતાં તેઓને 108 એમ્બ્યુલન્સમાં નજીકના અંબાડા સીએચસીમાં સારવાર માટે લઈ જવાયા હતા. કેટલાકને બાદમાં નવસારી સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં પણ છૂટાછવાયા સારવાર માટે લઈ જવાયા હતા.આ અકસ્માત સંદર્ભે બસના ડ્રાયવર રાયસિંગ ઠાકોરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. એસ.ટી. બસમાં ચોક્કસ કેટલા મુસાફરો સવાર હતા તે જાણી શકાયું નથી. જોકે, નવસારી ડેપો મેનેજર ગીતેએ જણાવ્યું કે બસમાં અંદાજે 25 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
સોમવારના રોજસવારના સમયે નવસારી એસ.ટી. ડેપોની બસનો વસર ગામમાં જે વૃક્ષ સાથે અકસ્માત થયો હતો તે વૃક્ષ સાથે ગત તા.3જી સપ્ટેમ્બરે પણ એક વાહન ભટકાયું હતું. જોકે વધુ નુકશાની યા ઈજા થઈ હતી. તાજેતરમાં વૃક્ષ સાથે અનેક વાહનો ભટકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી વાહનચાલકો માટે નડતરરૂપ માર્ગ નજીકનું વૃક્ષ દૂર કરાય જરૂરી બન્યું છે.જેથી રોડ પર થતાં અકસ્માત નીવારી શકાય.
વિનુ બાબુચૌધરી-શેખપુર, કંચન વિનુ ચૌધરી-શેખપુર, વાસંતી મહેશ હળપતિ-ઉગત, ઠાકોરભાઈ પટેલ-અનાવલ, મધુબેન નવસીંગ ગોંસાઈ-કદાદા, નવસીંગ ગોંસાઈ-કદાદા, કુસુમબેન કાન્તુ હળપતિ-અંબાડા, તુલસી મૂળજી ચૌધરી-મહુવા, કુંવરજી લાલભાઈ પટેલ-નરદા, ઠાકોર રામસીંગ પટેલ-નવસારી, મૂળજી લલ્લુભાઈ પટેલ-નવસારી, સુમન નાથુ પટેલ-દેદવાસણ, સુરતાબેન દલુભાઈ નાયકા-બુધલેશ્વર, દલુ મકા ચૌધરી-બુધલેશ્વર, ભાણીબેન દિનેશ હળપતિ-અંબાડા, કિશન સુરેશ પાટીલ-વછરવાડ, સુરેશ અશોક હળપત