• Gujarati News
  • આત્મઘાતી જોખમોથી બચાવીએ અંગે સેમિનાર

આત્મઘાતી જોખમોથી બચાવીએ અંગે સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |આજની યુવા પેઢી કોઈક અગમ્ય નાના મોટા કારણોસર ડિપ્રેશન કે ટેન્શનમાં આવી જઈ આત્મઘાતી પગલું કે વલણ અપનાવે છે. આવું બનતું રોકવા કે અટકાવવાના સંદર્ભે ચાલો તરૂણ યુવક/યુવતીઓને આત્મઘાતી જોખમોથી બચાવીએ વિષય પર જાહેર સેમિનારનું 12મી એપ્રિલ રવિવારે બપોરના 3.30 કલાકે નવસારી દરજી સમસ્ત પંચ તરફથી દરજી પંચની વાડી, ટાટા હોલ સામે, નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના વક્તા તરીકે શિક્ષણવિદ ડો. શશીકાંત શાહ અને શિક્ષણ ક્ષેત્રના અને સમાજના અગ્રણી ડો. ઈન્તેખાબ અન્સારી વક્તવ્ય આપશે. સેમિનારમાં શાળા કોલેજમાં ભણતા બાળકો સહિત સૌ વાલીમિત્રોને પધારવા જણાવાયું છે.