• Gujarati News
  • આંતરશાળા રમતોત્સવના વિજેતા બાળકોને ઈનામ

આંતરશાળા રમતોત્સવના વિજેતા બાળકોને ઈનામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી :તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 21 પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો આંતરશાળા રમતોત્સવ રમાયો હતો. રમતોત્સવમાં વિજેતા થયેલા બાળકોને ઈનામ વિતરણ કરવાનો સમારોહ આજે શુક્રવારે નવસારીની મોઢ ઘાંચી પંચની વાડી દુધિયા તળાવમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારી પાલિકા પ્રમુખ હેમલતાબેન ચૌહાણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. બાદમાં રમતોત્સવમાં વિજેતા થયેલા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયા હતા.