• Gujarati News
  • બાળકોને લઈને થયેલા વિવાદમાં વધુ એક ફરિયાદ

બાળકોને લઈને થયેલા વિવાદમાં વધુ એક ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: વિજલપોરનારામનગર-3મા બાળકો વચ્ચે થયેલી માથાકૂટને લઈને વિવાદ વધુ વકર્યો છે. પ્રકરણમાં વધુ એક ફરિયાદ થઇ છે. પોલીસ મથકમાં ઉપાસનાબેન રાજભરે ફરિયાદ નોંધાવી છે કે 5મી એપ્રિલે છોકરાઓએ એકબીજાને બચકા ભરી લેતા વિવાદ થતાં બાળકના પરિવારજનો વચ્ચે ઝઘડો અને મારામારી થઇ હતી. ઘટના સંદર્ભે નિશાબેન, સીમાબેન, મુન્નીબેન, સોહનભાઈ વગેરેએ જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રકરણમાં ઉપાસનાબેનને ઈજા પહોંચી હતી. જેથી તેમણે જલાલપોર પોલીસમાં નિશાબેન, પિંકીબેન, લલ્લુભાઈ, રિન્કુ તથા શેનુ વગેરે સામે ઝઘડો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.