નવસારી જિલ્લામાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહનું ૮૦ ટકા પરિણામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં એ-૧ ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ, બંને વિદ્યાર્થીઓ નોનગ્રાંટેડ એ.બી. શાળાના,સંસ્કાર ભારતીનું૧૦૦ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાનું ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહનું ૮૦.૪૭ ટકા પરિણામ જાહેર થયું હતું. જિલ્લામાં સૌથી વધુ પર્સનટાઈલ સાથે એ-૧માં નવસારીની એ.બી.હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ ડંકો વગાડયો હતો.
શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા માર્ચ-૨૦૧૩માં લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓ તથા વાલીઓને પરિણામની ચિંતા સતાવતી હતી. બોર્ડની વેબસાઈટ ઉપર ઉપરોક્ત પરીક્ષાનું પરિણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પરિણામ જોવા માટે મશગુલ બની ગયા હતા. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાંથી ધો. ૧૨ સાયન્સમાં ચોથા સેમેસ્ટરની કુલ ૪૨૮૪ વિદ્યાર્થીઓમાંથી ૪૨૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૩૪૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
નવસારી જિલ્લાની શાળાઓમાં આ પરિણામમાં નવસારીની એ.બી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવીને જિલ્લામાં ડંકો વગાડયો હતો. એ.બી. હાઈસ્કૂલના આકાશ રાજીવભાઈ ગોયલ ૯૯.૯૬ પર્સનટાઈલ તથા શ્રીરાગ નારાયનન નામ્બિયાર ૯૯.૯૩ પર્સનટાઈલ સાથે ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. જિલ્લામાં એ-૧ ગ્રુપમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને તે બંને વિદ્યાર્થીઓ એ.બી. હાઈસ્કૂલના જ વિદ્યાર્થીઓ રહેતા શાળા પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.નવસારીની સંસ્કારભારતી શાળાનું ંપરિણામ ૧૦૦ટકા રહ્યું હતુ.
એ-૧ ગ્રેડના વિદ્યાર્થીઓને એન્જિનિયર તથા મેડિકલ રિસર્ચ ક્ષેત્રમાં જવાની મહેચ્છા
નવસારી જિલ્લામાં એ-૧ ગ્રેડ સાથે ૯૯.૯૬ પર્સનટાઈલ મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર એ.બી. હાઈસ્કૂલના આકાશ ગોયલ કહે છે કે મારે મેડિકલ રિસર્ચના ક્ષેત્રમાં આગળ વધવું છે. આકાશ ગોયલ નવસારીના જાણીતા તબીબ ડો. રાજીવ ગોયલનો દીકરો છે. એ.બી. હાઈસ્કૂલનો જ વિદ્યાર્થી અને એ-૧ ગ્રેડ સાથે ૯૯.૯૩ ટકા મેળવનાર શ્રીરાગ નારાયનન નામ્બિયારએ એન્જિનિયરિંગમાં આગળ વધવુ છે. તેણે પણ તેની સિદ્ધિનો શ્રેય માતા-પિતા તથા શિક્ષકોને જ આપ્યો હતો. દરરોજ પથી ૬ કલાકનું વાચંન સાથે ટયૂશન લીધા વિના તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
સેન્ટર પ્રમાણે પરિણામ
સેન્ટર પ્રમાણે પરિણામ જોઈએ તો બીલીમોરા સેન્ટરનું સૌથી ઉચુ ૯૧.૦૩ ટકા પરિણામ રહ્યું હતું ત્યારબાદ નવસારી સેન્ટરનું ૮૨.૮પ ટકા પરિણામ રહ્યું હતું. ચીખલીનું ૭૦.૬૯ ટકા અને સૌથી નીચુ પરિણામ વાંસદા સેન્ટરનું ૬૪.૮૯ ટકા રહ્યું હતું.
ગ્રેડ પ્રમાણે પરિણામ
નવસારી જિલ્લાનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ ગ્રેડ પ્રમાણે જિલ્લામાં એ-૧માં માત્ર ૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે એ-૨માં પપ, બી-૧માં ૧૯૭, બી-૨માં ૩૩૪, સી-૧માં ૭૩૯, સી-૨માં ૧પ૮૦ જ્યારે ડી ગ્રેડમાં પ૨૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
નવસારીની એ.બી. હાઈસ્કૂલનો દબદબો
જિલ્લાનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થવાની સાથેજ નવસારીની એ.બી. હાઈસ્કૂલમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું હતું. જિલ્લામાં ગ્રેડ એ-૧માં બે વિદ્યાર્થીઓ ઉપરાંત એ-૨ ગ્રેડમાં કુલ પપ વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ ૨૯ વિદ્યાર્થીઓ એ.બી. હાઈસ્કૂલના રહેતા જિલ્લામાં એ.બી. હાઈસ્કૂલનો દબદબો રહ્યો હતો. સ્કૂલનું પરિણામ ૯૮.૮૬ ટકા રહ્યું હતું.
ડાંગનું ધો.૧૨ નું પ૯ ટકા પરિણામ
સાપુતારા: ડાંગ જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પ૯ ટકા જેટલું પરિણામ આવ્યું હતું. દિપદર્શન શાળાનો પવાર પ્રભુભાઈ ૮૮ ટકા સાથે જિલ્લામાં પ્રથમ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, અન્ય જિલ્લામાં ટયૂશન ક્લાસિસોની ભરમાર હોય છે. જયારે આદિવાસી ડાંગ જિલ્લામાં ટયૂશન ક્લાસિસની પ્રણાલી જ નથી.