તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી: સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પોલીસ કર્મી ઘાયલ, પોલીસ વાહનનોને પણ નુકસાન, પોલી બંદોબસ્ત ગોઠવાયો )

સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ
ગૌહત્યા રોકવા ગયેલા પોલીસ અને ટોળા વચ્ચે મારામારી 5 પોલીસ સહિત અનેકને ઈજા, હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગૌહત્યાની બાતમીના આધારે મંગળવારે વહેલી સવારે તપાસ માટે ગયેલી પોલીસ પર હુમલો

નવસારી:
નવસારીથી થોડે દૂર આવેલા ડાભેલમાં ગૌહત્યાની બાતમીના આધારે મંગળવારે વહેલી સવારે તપાસ માટે ગયેલી પોલીસ ઉપર કસાઈઓ તથા ગ્રામજનોના ટોળાએ સશસ્ત્ર હુલમો કરતા બે પોલીસકર્મી ઘવાયા અને પોલીસના ત્રણેક વાહનોની તોડફોડ પણ થઈ હતી. પોલીસે કરેલા ફાયરિંગમાં સ્થાનિક બે જણાંને પણ ઈજા થયાનું જાણવા મળ્યું છે. પોલીસે આ પ્રકરણમાં ચારની અટક કરી છે.સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલથી નવસારી ગ્રામ્ય પોલીસને આજે મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં જાણ થઈ હતી કે ડાભેલ નવી નગરી ખાતે ગૌહત્યા થાય છે.

આ બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ મથકના સિનિયર પીએસઆઈ ડી.એસ. સોની, પીએસઆઈ વી.આર. ભરવાડ તથા પોલીસ સ્ટાફ બે વાહનોમાં ડાભેલ પહોંચ્યો હતો ત્યાં આશરે 6 વાગ્યાના અરસામાં પહોંચી એક પતરાવાળા મકાનના પાછળના ભાગે ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ત્યાં વાડામાં ગાયો કાપવાનું ચાલુ હતું. જ્યાં જે ચાર જણાં હતા તેમાં હમીદ મહમદ કલંગ અન્ય ત્રણ હતા. પોલીસને જોઈ ઉક્ત શખ્સો સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. સ્થળ ઉપર ગૌમાંસ પડેલાનું જણાયું હતું અને ગાય-વાછરડા પણ હતા.

થોડીવારમાં જ ભાગી ગયેલા કસાઈઓ સાથે 200થી વધુનું શસ્ત્ર ટોળુ ધસી આવ્યું હતું. ટોળામાં સામેલ લોકો પાસે લાકડી, છરો, લોખંડના પાઈપ, પથ્થરો વગેરે હોવાનું પોલીસ દ્વારા જાણવા મળે છે. આ ટોળાએ પોલીસ પાસે આવી પહેલાં શાબ્દિક તડાફડી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વાહનોની તોડફોડ શરૂ કરી ઉપસ્થિત પોલીસ ઉપર પણ હુમલા શરૂ કર્યા હતા. એક પોલીસ કોન્સ્ટેબલ યુવરાજની રાયફલ પણ ઝૂંટવી લેવાઈ હતી. વિવાદ વધુને વધુ વકરતા પોલીસે અશ્રુવાયુ પાંચ સેલ છોડ્યા હતા ત્યારબાદ પોલીસને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સમયે ગ્રામજનોના ટોળાએ પથ્થરમારો પણ પોલીસ ઉપર કર્યો હતો. પોલીસના વાહનોને નુકસાની પણ પહોંચાડી હતી.

ડાભેલમાં ગૌહત્યા મામલે ગયેલા નવસારી ગ્રામ્ય પોલીસ ઉપર ટોળાનો હુમલો થઈ રહ્યાની વાત જિલ્લા પોલીસવડા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને મળતા પોલીસનો વધુને વધુ કાફલો ડાભેલ જવા રવાના થયો હતો. શરૂઆતમાં ગયેલા ડીએસપીની ગાડી ઉપર પણ પથ્થરમારો થયો હતો. જોકે થોડા સમયમાં જિલ્લાભરની પોલીસ તથા નજીકના જિલ્લામાંથી પણ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા સ્થિતિ કાબૂમાં આવી હતી. આ ઘટના બાદ પોલીસ પાસેથી ઝૂંટવી લેવાયેલી રાયફલ પુન: મળી આવી હતી.

મંગળવારના રોજ સવારના સમયે ટોળા અને પોલીસ વચ્ચે થયેલા અથડામણમાં બે પોલીસ જવાનને વધુ ઈજા થઈ હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ પ્રમોદ રાવણ, રમેશ વિનાયકનો સમાવેશ થાય છે. ટોળા પર પોલીસે કરેલા ફાયરિંગમાં ડાભેલના બે ગ્રામજનોને ઈજા થયાની પણ જાણકારી મળી હતી. સવારની ઘટના બાદ સાંજ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કરવા પોલીસે પ્રયત્નો જારી રાખ્યા હતા. 26થી 28 જણાંની ઓળખ પ્રથમ તબક્કે થઈ ગયાની જાણકારી મળી છે.
થોડા જ સમયમાં ટોળુ કેવી રીતે ભેગુ થઈ ગયું, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...