• Gujarati News
  • 3 Of The Society Was Held In The Town Bilimora Samuhalagna

બીલીમોરા નગરમાં ૩ સમાજના સમૂહલગ્ન યોજાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરામાં ત્રણ વિવિધ સમાજના ધીવર સમાજના સમૂહલગ્નમાં પ૧ યુગલો, માછી સમાજમાં સાત યુગલો તથા માહ્યાવંશી સમાજમાં ચાર યુગલો મળી કુલ ૬૨ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. ધીવર સમાજના સમૂહલગ્ન પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં પ૧ બોટલ લોહી એકત્ર થયું હતું.

બીલીમોરા સોમનાથ સંકુલમાં અખિલ ભારતીય ધીવર સમાજ આયોજિત બીલીમોરા ધીવર સમાજ દ્વારા આજે યોજાયેલ સમૂહ લગ્ન સમારંભના પ્રમુખપદે અખિલ ભારતીય ધીવર સમાજ પ્રમુખ ઠાકોરભાઈ ઢીંમર તથા ઉદ્ઘાટન ડાહ્યાભાઈ કેવતના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજનો ૨પમો સમૂહલગ્ન રજતજયંતી મહોત્સવ પ્રસંગે સમાજના યુવાનો, વડીલો, યુવતીઓ, મહિ‌લાઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. વરરાજાઓની જાન આવી ત્યારે માણસોથી રસ્તાઓ ભરાઈ ગયા હતા. મહેમાનોએ નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. આ સમૂહલગ્નમાં પ૧ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

બીલીમોરા માછી મહાજન પંચ દ્વારા ત્રીજા સમૂહલગ્નમાં સાત નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ લગ્ન સમારોહમાં બીલીમોરાના મનીષભાઈ ટંડેલ, મુંબઈના સુરેશચંદ્ર ખજાનચી તથા દિનેશભાઈ મિસ્ત્રીએ દીપપ્રાગટય કર્યું હતું. આર્શીવચન પૂ.દેવુભાઈ જોષીએ આપ્યા હતા. બંદર પાસે યોજાયેલા સમૂહલગ્નમાં આવેલી વરયાત્રામાં યુવક-યુવતીઓ ધોમધખતા તાપમાં પણ
મનમૂકીને નાચ્યા હતા.

માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા યોજાયેલ ચતુર્થ સમૂહલગ્નમાં ચાર નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. જે.જે. મહેતા હાઈસ્કૂલમાં યોજાયેલા સમૂહલગ્ન સમારંભના પ્રમુખપદે સાંસદ સી.આર.પાટીલ, ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, અતિથિ વિશેષપદે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ તેમજ સમાજના મુંબઈના આગેવાનો હાજર રહી નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. સમાજના લોકોએ લગ્ન મન ભરીને માણ્યા હતા.