મહુવરની એક જ સોસાયટીમાંથી રાત્રે ત્રણ બાઈક ચોરાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના કોલાસણા રોડ ઉપર મહુવર-મરોલી બજાર વિસ્તારમાં પટેલનગર સોસાયટીમાંથી તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન ત્રણ બાઈકની ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે.
જલાલપોર તાલુકાના મહુવર-મરોલી બજારમાં કોલાસણા રોડ ઉપર પટેલનગર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ માહ્યાવંશીએ પોતાની હોન્ડા બાઈક (નં. જીજે-૨૧-એફ-૨૮૮૮) પમી મેના રોજ રાત્રે ઘરની બહાર લોક કરીને મુકી હતી પરંતુ બીજા દિવસે સવારે તેમની રૂપિયા ૩૦ હજારની કિંમતની બાઈક પાર્ક કરેલ જગ્યાએ મળી ન હતી. તેની શોધખોળ કરતા સોસાયટીમાંથી વધુ બે બાઈકની પણ ચોરી થયાનું માલુમ પડયું હતું.
સોસાયટીમાંથી જીતેન્દ્રસિંહ ઠાકોરની રૂ. ૨૨ હજારની કિંમતની હોન્ડા ડીલક્સ બાઈક (નં. જીજે-૨૧-આર-૪૬૮૧) તથા બિપીન ટંડેલની રૂ. ૨પ હજારની કિંમતની બજાજ પલ્સર બાઈક (નં. જીજે-૨૧-એસી-૮૮૭૧) પણ ચોરી થઈ હતી. સોસાયટીમાંથી એક જ રાત્રિ દરમિયાન એકસાથે ત્રણ બાઈકની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે કમલેશ માહ્યાવંશીએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નવસારીમાં પણ બાઈકની ચોરી
નવસારીમાં સિંધી કેમ્પ વિસ્તારમાં સ્વસ્તીક એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ અમ્રતલાલ ચાંપાનેરી ૮મી મેના રોજ બપોરે ૧.૧પ કલાકની આસપાસ સિંધી કેમ્પ પ્રિતમનગર રોડ ઉપર કામ હોવાથી તેમની બાઇક નં.જીજે-૨૧-આર-૪૪૩૨ પાર્ક કરી હતી. પરંતુ કોઈ ચોર ઈસમ રૂ.૪પ,૦૦૦ની કિંમતની બાઇક ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી જતા આ ઘટનાની નિલેશ ચાંપાનેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.