• Gujarati News
  • 3.75 Crore Fraud Case One Arrested Latest News In Navsari

જમીન પ્રકરણમાં 3.75 કરોડની છેતરપિંડી કરનારની એકની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ભરત રાખોલીયા )
જમીન પ્રકરણમાં 3.75 કરોડની છેતરપિંડી કરનારની એકની ધરપકડ
જમીન લેનારે 7/12 અને 8 અની નકલ કઢાવતા વાત બહાર આવી
નિમળાઈ ગામે જમીન બતાવી પોતાની હોવાનું જણાવાયું

નવસારી: જલાલપોર તાલુકાના નિમળાઈ ગામે આવેલી બ્લોક સરવે નં. 238/અ તથા 238/બ વાળી જમીન પોતાની ન હોવા છતાં સુરતના જ જમીન લેવેચનો વેપાર કરનારને રૂ. 3.75 કરોડ જેટલી માતબર રકમમાં વેચી દઈ છેતરપિંડી કરી નાણાં પડાવનાર શખ્સને સીપીઆઈએ ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.સુરતના પૂણા ગામે યોગીચોક ખાતે ભાવનાપાર્કમાં રહેતા અને જમીન લે-વેચનો વેપાર કરતા હિમ્મતભાઈ મોહનભાઈ બોરડએ તાજેતરમાં જ પોતાની સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતની જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે જમીન લે-વેચમાં વરાછા ખાતે હિરાબાગ સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઈ રવજીભાઈ રાખોલીયા સાથે ઓળખ થઈ હતી. તેઓ પણ જમીન લે વેચના વ્યવસાયમાં હોવાથી પરિચયમાં આવતા હિમ્મતભાઈ બોરડે ભરત રાખોલીયા સાથે પણ વેપાર કર્યો હતો. દરમિયાન ભરતભાઈ રાખોલીયાએ નિમળાઈ ગામે પોતાની જમીન આવેલી હોવાનું જણાવી બતાવી હતી. નિમળાઈ ગામની બ્લોક નં. 238/અ તથા 238/બવાળી જમીન પસંદ પડતા અને ભરત રાખોલીયાના સાથીદાર મનસુખભાઈ ટાંક (વિજલપોર) તથા કુંવરજીભાઈ પટેલ (નવસારી)એ એ જમીનનું ટાઈટલ ક્લીયર હોવાનું જણાવતા હિમ્મતભાઈ બોરડે જમીનનો સોદો કરવાની તૈયારી બતાવી હતી.

ભરત રાખોલીયાએ તે જમીનનો રૂ. 3.75 કરોડમાં સોદો કર્યો હતો. હિમ્મતભાઈ બોરડે જમીનની રકમ ચૂકવી દીધી હતી. તે અંગેનુ સાટાખત કરી લીધુ હતુ પરંતુ જ્યારે દસ્તાવેજ કરવાની વાત કરી તો રાખોલીયા સમય પસાર કરતા રહ્યા હતા. એ દરમિયાન જમીનનો 7/12 અને 8-અ તથા હકપત્રકની નકલ કઢાવતા તે જમીન ભરત રાખોલીયાની નહીં પરંતુ કોઈ અન્યની હોવાનું હિમ્મતભાઈ બોરડને જાણવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. પોતાની જમીન ન હોવા છતાં સાથીદારો સાથે મળીને છેતરપિંડી કરી 3.75 કરોડ જેટલી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કરાતા આખરે હિમ્મતભાઈ બોરડે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે આખરે સીપીઆઈ એસ.બી. શેખે ભરત રાખોલીયાને ઝડપી પાડ્યો હતો.
ડૉકટર પાસે અન્ય ચાર્જ પણ
ડાંગ જિલ્લામાં આવેલી એક માત્ર સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં હાલમાં એક ડોકટર છે જેની પાસે જિલ્લા આયુર્વેદિક અધિકારી, હોસ્પિટલના વડા તથા વન ઔષધિ ઉદ્યાન સાપુતારાના ઈનચાર્જ તરીકેનો ચાર્જ છે.