૧૪૧૨ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષા આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગેરરીતિ વિના પાંચ કેન્દ્રોમાં પરીક્ષા થઈ
નવસારીમાં યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા કુલ ૧૪૨૧ વિદ્યાર્થીઓમાંથી ૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની ગણવામાં આવે છે.
આ પરીક્ષાના મેરિટના આધારે વિદ્યાર્થીઓ આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, નર્સિંગ વગેરે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવી શકે છે. ગુરૂવારે નવસારી સેન્ટરમાં કુલ પાંચ બિલ્ડિંગ શેઠ આર.જે.જે., નવસારી હાઇસ્કૂલ, સંસ્કારભારતી, કોન્વેન્ટ સ્કૂલ તથા ડી.ડી.ગર્લ્સ સ્કૂલમાં આ પરીક્ષા સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક દરમિયાન યોજાઈ હતી.
આ પરીક્ષા દરમિયાન ચોરી કે ગેરરીતિનો એક પણ કિસ્સો નોંધાયો ન હતો. આ પરીક્ષામાં કુલ ૧૪૨૧ વિદ્યાર્થીઓમાંથી ૧૪૧૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૯ વિદ્યાર્થીઓ આ ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર નોંધાયા હતા. મળતી માહિ‌તી મુજબ પરીક્ષામાં ૧૨૦ પ્રશ્નો ઓબ્જેક્ટિવ હતા જેમાં ૪૦ ફિઝિક્સ, ૪૦ કેમેસ્ટ્રી અને ૪૦ બાયોલોજીને લગતા હતા.