સાગબારા પાસે એસટીની ટક્કરે બેના મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગંભીર હાલતમાં બંને ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડાયાં પણ મોતને ભેટયા
- પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા બસ ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં

સાગબારાની નેશનલ હોટલ નજીક એસટી બસના ચાલકે મોટર સાઇકલને અડફેટમાં લેતાં બે શખ્સોના મોત નીપજયા હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ફરાર બસ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતના પગલે આસપાસથી લોકો ઉમટી પડતાં બંને ગંભીર ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બંનેના મોત નિપજ્યાં હતાં.

મળતી માહિ‌તી અનુસાર, અંકલેશ્વર ડેપોની મીની બસ સેલંબાથી દેવમોગરાના રૂટ ઉપર દોડે છે દેવમોગરાથી સેલંબા તરફ આવી રહેલી મીની બસના ચાલકે નેશનલ હોટલ નજીક મોટર સાઇકલને ટક્કર મારતા મોટર સાઇકલ પર સવાર શીવાજી ભોઇ અને ઉત્તમ ભોઇને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થઇ જતાં બસનો ચાલક નાસી છુટયો હતો.

બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજયાં હતાં. બનાવ અંગે સાગબારા પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા એસટી બસ ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.