• Gujarati News
  • Tribute To Dead Who Killed In Nakasali Attack At Jharkhand

નકસલી હુમલામાં માર્યા ગયેલા ઝારખંડના મૃતકોને શ્રદ્ધાંજલિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝારખંડના સુકમા જિલ્લામાં નકસલી હુમલામાં મોતને ભેટેલાં કોંગ્રેસી આગેવાનો તથા સુરક્ષાકર્મી‍ઓને રાજપીપળા યુવક કોંગ્રેસના હોદે્દારોએ શ્રધ્ધાંજલિ અર્પી‍ હુમલાખોરોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

નર્મદા જિલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા આજે રાજપીપળા ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યૂથ કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવા, પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી જિજ્ઞેશ વસાવા,હેમંત બારોટ, એન.એસ.યુ.આઇ. પ્રમુખ મોઇન શેખ, ઉપપ્રમુખ જયદીપ વસાવા, નગરપાલિકા સભ્ય કમલ ચૌહાણ, સુમિત્રાબેન રાઉલજી, અમીત માલી સહિ‌તનાં કાર્યકરોએ મીણબત્તી સળગાવી મૃતક કોંગ્રેસી નેતાઓને શ્રધ્ધાંજલિ આપી હતી.

હરેશ વસાવાએ જણાવ્યું હતું કે આ જે હુમલો થયો તે લોકતંત્ર પર થયો છે. જેમાં કોઇ રાજકીય રમત ન રમે પરંતુ એક સાથે થઇ લડવાનો સમય છે. આરોપીઓને કડક સજા થવી જોઇએ.