સાંસ્કૃતિક ઝલકઃ વિવેકાનંદજીના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજપીપળામાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ત્રિદિવસીય યુવા મહોત્સવનો નર્મદા જિલ્લા કલેકટરના હસ્તે થયેલો પ્રારંભ

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં યુવાધનનું સંખ્યાબળ ૪૦ ટકા છે.૨૧મી સદી યુવાનોની છે. સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે આ વર્ષ રાજય સરકાર દ્વારા યુવા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે તેમણે યુવા શકિતના પ્રતિક સમા વિવેકાનંદજીના આદર્શોને જીવનમાં અપનાવી તેને ચરિતાર્થ કરવા જોઈએ તેમ જિલ્લા કલેકટર મિલિન્દ તોરવણેએ છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે કેન્દ્રના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન, ગાંધીનગરના ઉપક્રમે અને નર્મદા જિલ્લા નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા રાજપીપળાના આંગણે આજથી પ્રારંભાયેલા ત્રિદિવસિય યુવાકૃતિ, યુવા મહોત્સવના કાર્યક્રમને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું.

ત્રિદિવસીય રાજયકક્ષાનાં કાર્યક્રમમાં રાજયના તમામ જિલ્લાઓમાંથી તેમજ દીવ દમણ, સિલવાસના સંઘપ્રદેશ સહિ‌તના વિસ્તારમાંથી યુવા કલાકારો ભાગ લઈ રહ્યાં છે. નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ઝોનલ ડાયરેકટર એસ.એસ.રાજપુરોહિ‌તે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ત્રિદિવસીય આ યુવા મહોત્સવ દરમિયાન હાથ ધરાનારા યુવક સંમેલન સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન અંગેની વિગતવાર રૂપરેખા આપી હતી.