તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાવડી અને ખડગદા માર્ગ પર દુર્લભ કાચબો આવી ચઢતાં ટોળા ઉમટયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાંદોદ તાલુકાના ધાવડી - ખડગદા માર્ગ પર ખાડીમાંથી દુર્લભ પ્રજાતિનો કાચબો માર્ગ પર આવી ચઢતા તેને જોવા લોક ટોળા એકત્ર થઇ ગયાં હતાં. ઘાવડી-ખડગદા રોડ ઉપર ખાડીમાંથી પાણી ઓસરતા દુલર્ભ પ્રજાતિનો મહાકાય કાચબો બહાર નીકળી માર્ગ પર આવી જતાં ગ્રામજનો જોવા ટોળા વળ્યા હતાં. બનાવ અંગેની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ તેમજ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટીમનાં વીકી તડવી,સંજય તડવી દોડી આવ્યાં હતાં. તેમણે કાચબાને પકડી વન વિભાગની કચેરીએ લાવી તેની જરૂરી તપાસ કરી હતી. કાચબાની તપાસ કર્યા બાદ તેને નર્મદામાં છોડી મુકાયો હતો. કાચબો ૩૩ કિલો વજન ધરાવતો અને પ૦ વર્ષથી વધુની ઉંમરનો હોવાનું આરએફઓ અનિરૂધ્ધસિંહ ગોહિ‌લે જણાવ્યું હતું.