• Gujarati News
  • Questions About The Chief Minister Launched The Irrigation Farmers

સિંચાઈના પ્રશ્નો અંગે ખેડૂતોની મુખ્યમંત્રીને રજૂઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાલમાં માત્ર ૮૦૦૦ હજાર હેકટર જમીનમાં જ કરજણ કેનાલનું પાણી મળે છે
- કેનાલની મુખ્ય કચેરી પુન: રાજપીપળા ખાતે સ્થળાંતર કરવા માગણી

નર્મદા જિલ્લામાં પ્રથમવાર હરિયાળી ક્રાંતિ લાવનાર કરજણ સિંચાઇ યોજના બનતા નાંદોદ તાલુકો લીલોછમ બન્યો છે. ઉત્તમ કેનાલોનું નેટવર્ક હોવા છતાં વહીવટી તંત્રના સંચાલનના અભાવે ખેડૂતોની સિંચાઈ અંગે મોટી સમસ્યા ઉભી થઈ છે.

સિંચાઇની યોજના કાર્યરત હોવા છતાં ખેતી માટે જરૂરી પાણી નહીં મળતા ખેડૂતોએ વરસાદી પાણી પર નર્ભિર રહેવું પડે છે.માત્ર વરસાદી પાણી પર નભતા ખેડૂતોએ મુખ્યમંત્રી સહિ‌ત પાણી પુરવઠા, નર્મદા જળ સંપતિ મંત્રી, સચિવોને લેખિત રજૂઆતો કરી છે. કરજણ ડેમમાંથી સિંચાઈ માટે પાણી રાજપીપળામાં ધમધમતું થાય અને તમામ ગામોમાં મળે તેવી માંગ કરી છે. નાંદોદ તાલુકાના જીતનગર ગામે કરજણ ડેમ બનાવવામાં આવ્યો છે. જેની આજુબાજૂનાં ડાબા, જમણા કાંઠાની નહેરો કિલોમીટરો લાંબી બની છે. રાજપીપળા ખાતે સંકુલમાં કરજણ નહેર વર્તુળ ઉભુ થયું હતું. જે સમયેપ૪૦૦૦ હેકટર જમીનોમાં કરજણ નદીનું પાણી સિંચાઈ તરીકે ઉપયોગ લેવાતું હતું પરંતુ કેનાલોનો વહીવટ કરતી કચેરીને છેલ્લાં કેટલાંક વખતથી વડોદરા ખાતે મર્જ કરી દેવામાં આવતા હાલાકી ઉભી થઈ છે.

હવે નાંદોદ તાલુકાથી ૧૦૦ કિમી દુર બેઠા બેઠા અધિકારીઓ આ વિભાગની કેનાલોનું સંચાલન કરે છે, તે સ્થળ પરના પ્રશ્નો જોવા કયારે આવે અને જો ખેડૂતોને પ્રશ્ન હોય તો વડોદરા કેવી રીતે જાય સહિ‌તની સમસ્યાઓના કારણે હવે સિંચાઈ વિસ્તાર ઘટવા લાગ્યો છે. હાલમાં માત્ર ૮૦૦૦ હેકટર જ જમીનોમાં કરજણ કેનાલોના પાણી મળે છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

એકબાજુ સરકાર દ્વારા સહભાગી સિંચાઈ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કરજણ નહેર વર્તુળ કચેરી વડોદરા ખસેડી આદિવાસી જિલ્લાનો સિંચાઈ કમાન્ડ વિસ્તાર ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યો હોવાની લાગણી નર્મદા જિલ્લાના ખેડૂતો વ્યકત કરી રહ્યાં છે. વડોદરામાં મર્જ કરેલી કરજણ કેનાલની કચેરી પુન: રાજપીપળા લાવવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. કેનાલોનું પાણી પૂર્વપટ્ટી પરનાં પ૦ થી વધુ ગામોને મળે, ઉચ્ચ અધિકારી ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે હાજર રહે, જેવા પ્રશ્નો સાથે ખેડૂત મંડળીઓએ લેખિત આવેદનપત્ર મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી સહિ‌તનાંને પાઠવ્યું છે.

કેનાલોમાં પાણી નહિ‌ પહોંચાડાય તો આંદોલન છેડાશે

નર્મદા જિલ્લાની પિયત મંડળીઓએ વહેલી તકે કરજણ કેનાલમાં પાણી નહિ‌ છોડાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી અપાઇ છે. જેમાં વાંસલા ગ્રુપ પીયત મંડળી પ્રમુખ લક્ષ્મણ તડવી, જાગણીમાતા પીયત મંડળીના ભૂપેન્દ્ર તડવી, શિપ પીયત મંડળી મોટારામપુરાના કાંતી તડવી, દિનેશ તડવી, શંકર તડવી સહિ‌તનાઓએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.