તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Narmada Sugar Election Zone Wise Order By High Court

નર્મદા સુગરની ચૂંટણી ઝોનવાઈસ યોજવા વડી અદાલતનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંચ: ગોપાલપુરાના સભાસદે હાઈકોર્ટમાં ચૂંટણીને પડકારતી રિટ દાખલ કરી હતી
નવા બોર્ડની જ્યા સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી જૂનુ બોર્ડ કાર્યરત રહેશે
નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આર્શિ‌વાદરૂપ નર્મદા સુગર ફેકટરીના બોર્ડની ચૂંટણી ઝોનવાઈસ યોજવા બાબતે ગોપાલપુરાના સભાસદે વડી અદાલતમાં કરેલી રીટ અરજીને ગ્રાહય રાખી અદાલતે સુગર ફેકટરીની ચૂંટણી ઝોનવાઈસ યોજવા આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
નર્મદા સુગર ફેકટરીની ગત ડિસેમ્બર મહિ‌નામાં યોજાયેલી ચૂંટણીમાં સરકારના નિયમોનું પાલન નહિ‌ થયું હોવાના આક્ષેપ સાથે ગોપાલપુરા ગામના સભાસદ ગજેન્દ્રસિંહ ગોહિ‌લે ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા સુગરની ચૂંટણીને પડકારતી રીટ દાખલ કરી હતી. ગત ચૂંટણીમાં સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ તથા તેમની પેનલનો વિજય થયો હતો.
હાઈકોર્ટમાં નર્મદા સુગર ફેકટરીની ચૂંટણી બાબતની રીટ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે સુગર ફેકટરીની ચૂંટણી ઝોનવાઈસ યોજવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાઈકોર્ટના હુકમ મુજબ આગામી છ મહિ‌નામાં ચૂંટણી યોજવાની રહેશે તેમજ નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી જૂની બોડી વહિ‌વટની ધુરા સંભાળશે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૮ હજાર કરતા વધુ સભાસદો ધરાવતી નર્મદા સુગર ફેકટરીની ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.
ઝોન વાઈસ ચૂંટણીમાં પણ અમારો વિજય થશે
ગત ચૂંટણીમાં અમારી પેનલને ૧૨ હજારથી વધુ મત મળ્યા હતાં. ઝોન વાઈસ ચૂંટણી યોજાશે તો પણ અમારી પેનલનો વિજય થશે તેમાં કોઈ બેમત નથી. ઘનશ્યામ પટેલ, ચેરમેન નર્મદા સુગર ફેકટરી
અમારો વિજય થયો છે
નર્મદા સુગર ફેકટરીની ચૂંટણીની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં અમારો વિજય થયો છે. ઝોન વાઈસ થનારી ચૂંટણીમાં પરિણામો બદલાવાની શકયતાઓને પણ નકારી શકાતી નથી. ગજેન્દ્રસિંહ ગોહિ‌લ, સભાસદ, ગોપાલપુરા