તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢેલનો શિકાર કરનાર શખ્સને ઝડપી વન વિભાગને સોંપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાંદોદ તાલુકાના વાંદરિયા ગામમાં બનેલા બનાવમાં લોકોની જાગૃતિ રંગ લાવી
વાઈલ્ડ લાઈફ એક્ટ - ૧૯૭૨ની કલમ (૯) અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નાંદોદ તાલુકાના વાંદરીયા ગામની સીમમાં ઢેલનો શિકાર કરનાર શખ્સને ગામ લોકોએ જ ઝડપી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો. વનવિભાગ દ્વારા શિકારી સામે વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાંદરિયા ગામમાં બનેલા બનાવમાં ગ્રામજનોની જાગૃતિ ખરે‹ખર લંગ લાવી હતી.
રાજપીપળા પાસે આવેલા વાંદરીયા ગામની સીમમાં ખેતરોમાં મોર અને ઢેલ ચારો ચરતા હતા ત્યારે જીયોરપાટી ગામમાં રહેતો ઈશ્વર મેલજી વસાવાએ લાકડીના સપાટા મારી ઢેલનો શિકાર કર્યો હતો. બાજુના ખેતરોમાં કામ કરતા લોકોએ જ ઢેલનો શિકાર કરતા ઈશ્વર વસાવાને સ્થળ પર જ ઝડપી પાડી રાજપીપળા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.વી.પટેલને જાણ કરી હતી.
ગામલોકોની ફરિયાદને આધારે ફોરેસ્ટર એસ.એમ.તડવી અને વન્યકર્મીઓએ તાત્કાલિક વાંદરીયા ગામ પહોંચી ગયા હતા અને ઢેલના શિકારી ઈશ્વર વસાવાની વાઈલ્ડ લાઈફ એક્ટ - ૧૯૭૨ની કલમ (૯) અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોર-ઢેલ શિડ્યુઅલ - ૧ નું પક્ષી છે
શિડ્યુઅલ -૧માં સમાવિષ્ટ પક્ષી પ્રાણીનો શિકાર થઈ શકે નહિ. વાંદરીયા ગામે ઢેલનો શિકાર કરનાર શખ્સ સામે ગુનો દાખલ કરી કાયદેસરના પગલા ભરવામાં આવશે.
એચ.વી.પટેલ, આર.એફ.ઓ. રાજપીપળા