તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામ જાવલીના અસરગ્રસ્ત પરિવારોને ચૂકવાયેલી સહાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્થિ‌ક મદદ: સાગબારાના બંને ગામોની સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતાં કલેકટર
નુકસાનગ્રસ્ત સ્લેબ ડ્રેઈનના એપ્રોચનું સમારકામ કરાયું
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી, નવાગામ-જામલી ગામે ભારે વરસાદને લીધે પાણીનો પ્રવાહ ગામમાં ધસી આવતાં આ ગામોના અસરગ્રસ્ત પરિવારોની આજે જિલ્લા કલેકટર રાકેશ શંકરે રૂબરૂ મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
જાવલી અને નવાગામ જાવલી ગામે ભારે વરસાદને લીધે તાપી જિલ્લાની સરહદ તરફ જતાં માર્ગ ઉપર નવાગામ જાવલી નજીક સ્લેબ ડ્રેઈનના એપ્રોચને ભારે નુકસાન થયું હતું. પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્લેબહ ડ્રેઈનના એપ્રોચની દુરસ્તીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરીને વાહન વ્યવહાર માટે આ માર્ગને પૂર્વવત: કરાયો હતો. સાગબારા તાલુકાની ચાર સર્વે ટીમ દ્વારા સત્વરે નુકસાનીના અંદાજ માટે હાથ ધરાયું હતું.
પ્રાથમિક અંદાજ મુજબ જાવલીના - ૧૧૨ નવાગામ જાવલીના - ૪પ મળી કુલ ૧પ૭ કુટુંબોની ૭૪૭ વ્યકિતઓને અસર થઇ હતી. જેમાં અસરગ્રસ્ત કુટુંબોના ઘરો અને ઘરવખરીના સામાનને અંદાજે કુલ ૯.૮૧ લાખનું નુકસાન થયાનો અહેવાલ છે અને તે મુજબ ૨.૧૯ લાખ ઘરવખરી સામાનની સહાય પેટે, કેશડોલ્સ સહાય પેટે ૨૧ હજાર અને મકાન સહાય પેટે કેશડોલ્સ સહાય પેટે ૨૧ હજાર અને મકાન સહાય પેટે ૧૯૦૦ મળી કુલ ૨.૪૨ની સહાય ગઈ કાલ સાંજ સુધીમાં જ ચુકવવામાં આવી છે.