તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનતેરસ-ધન્વંતરી પર્વની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભરૂચ અને નર્મદા જિલ્લામાં તહેવારને અનુલક્ષી ખરીદી માટે ભીડ
- સંધ્યાકાળે ઘરની બહાર યમરાજને દીપદાન કરવામાં આવ્યુ
- વેપારીઓ દ્વારા ચોપડા પૂજન અને ધનપૂજન કરવામાં આવ્યું
ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે મહિ‌લાઓ અને ઘરના મોભીઓ દ્વારા સોનાચાંદીના સિક્કા, ઘરેણાં, દાગીનાનું વિધિવત પૂજન અર્ચન કરી ધનતેરસની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. સંધ્યાકાળે ઘરના બહાર યમરાજને દીપદાન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા ઘનવંતરી ભગવાનની પૂજા કરી હતી.
દિવાળીનાં મહાપર્વમાં ધનતેરસથી બેસતા વર્ષ સુધીના ચાર દિવસનું આગવું મહત્વ છે. ધનતેરસ અને ધનવંતરી જયંતિ બન્ને પર્વોની શહેર અને જિલ્લાવાસીઓએ ઉજવણી કરી હતી. શહેર અને જિલ્લાનાં બજારોમાં પણ ધનતેરસે નવી વસ્તુ વિશેષ કરીને સોનુ, ચાંદી અને વાસણ સહિ‌તની ખરીદી શુભ મનાતી હોય તહેવારને અનુલક્ષી ખરીદારી અર્થે ભીડ જોવા મળી હતી. ધનપૂજનનાં મુહૂર્તમાં ગૃહિ‌ણીઓ અને ઘરનાં મોભીઓ દ્વારા ધનપૂજન અને લક્ષ્મીપૂજન કરાયુ હતું.
પ્રદોષકાળમાં એટલે કે સંધ્યાકાળે ઘરની બહાર યમરાજને દીપદાન કરવામાં આવ્યું હતું. જેની પાછળ ઘરના સભ્યોના અકાળ મરણનો ભય ન રહેતો હોવાથી ધનતેરસે યમતર્પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરાઇ છે. વેપારીઓએ લક્ષ્મી, કુબેર અને યક્ષરાજની પૂજા કરી આજથી નવા હિ‌સાબી ચોપડાનું પૂજન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાનાં વડામથક રાજપીપળા ખાતે આયુર્વેદિક ફાર્મસી કોલેજ ખાતે ઘનવંતરી ભગવાનનાં મંદિરે જિલ્લા મુખ્ય આયુર્વેદિક અધિકારી સહિ‌ત તમામ સ્ટાફે ઘનવંતરી ભગવાનનું વિધિવત્ પૂજન અર્ચન કર્યું હતું. વેપારીઓ અને પ્રત્યેક ઘરોમાં લોકોએ ધનતેરસના દિવસે લક્ષ્મી પુજન સાથે ધનતેરસની પંરપરાગત રીતે ઉજવણી કરી હતી. જયારે આવતીકાલે કાળી ચૌદશની ઉજવણીની તૈયારીઓ કરી હતી.
પેપરલેસ જમાનામાં ચોપડાના સ્થાને લેપટોપ અને કોમ્પ્યૂટરનું પૂજન
ટેકનોલોજીનાં આધુનિક યુગમાં તમામ ક્ષેત્રે કામગીરી હવે પેપરલેસ અને ઓનલાઇન થઇ ગઇ છે. હિ‌સાબી ચોપડાનું સ્થાન કોમ્પ્યુટર અને લેપટોપે લઇ લીધુ હોવાથી આજે વર્ષનો છેલ્લો હિ‌સાબ લખી ધનતેરસે વેપારીઓ દ્વારા કરવામાં આવતા ચોપડા પૂજનમાં વેપાર-ધંધાનો ઓનલાઇન હિ‌સાબ રાખતા કોમ્પ્યુટર અને લેપટોપનું પૂજન પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.