તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Car And Bike Between Accident , One Man Death In Rajpipla

જેતપુર ફાટા પાસે બાઈક ચાલકને કારચાલકે અડફેટે લેતા એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર ફાટા પાસે બાઈક ચાલકને કારચાલકે અડફેટે લેતા એકનું મોત
નાનારાયપુરા ગામના બે જણા ઘરનો સર સમાન લેવા રાજપીપળા આવી રહ્યા હતા
અકસ્માત સર્જયા બાદ કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો

રાજપીપળા: નાંદોદ તાલુકાના જેતપુર ફાટા પાસે મેઇન રોડ પર નાના રાયપરાના બાઈક ચાલકોને એક ટોયેટા કારના ચાલકે અડફેટે લેતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.નાંદોદ તાલુકાના નાનારાયપુરા ગામના સોમાભાઇ રાગજી વસાવા તથા નરોતમ છેલાભાઇ વસાવા પોતાના ઘરનો સર સમાન લેવા મોટર સાઇકલ લઇને સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઘરેથી નીકળી રાજપીપળા બજારમાં આવી રહ્યા હતા. દરમિયાનમાં બપોરના પોણા બારેક વાગ્યાના સુમારે જેતપોર ગામના ત્રણ રસ્તા પાસે મેઇન રોડ પર જતા રાજપીપળા તરફથી એક સફેદ કલરની ટોયોટા કારનો ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઇકલ સાથે જોરદાર ટક્કર મારી બંને બાઈક સવારોને ફંગોળી એક્સીડંટ કર્યો હતો.

જેમાં બંનેને ગંભીર ઇજા પહોચી હતી.નરોત્તમભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર મોત નિપજ્યું હતું. જયારે તેમની સાથેના સોમાભાઈને શરીરે ઓછી વત્તી ઇજાઓ થઇ હતી. જેને 108 દ્વારા તાત્કાલિક રાજપીપળા સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો, અકસ્માત સર્જયા બાદ કારનો ચાલક પોતાની કાર સ્થળ પર મુકી નાસી ગયો હતો.આ બાબતની જાણ રાજપીપળા પોલીસને થતા પોલીસ ઇન્સપેકટર એ.વી.કાટકડે ચાલક વિરુદ્ધ ગુનો નોધી તેનેઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.