ગરુડેશ્વરમાં પદયાત્રીઓ પર મધમાખીઓનો હુમલો: પાંચને ગંભીર ઇજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગરુડેશ્વરમાં પર્યાવરણ બચાવ યાત્રા વેળા બનેલી ઘટના
- રસોઇ બનાવેલાં સળગેલાં ચુલાના ધુમાડાથી વૃક્ષ પરના મધપુડાની માખીઓ ઉડી


અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા નર્મદા નદીના શુદ્ધિકરણ તથા પર્યાવરણ બચાવોના સંદર્ભમાં આજે સોમવારથી ગરૂડેશ્વર ખાતેથી શરૂ થયેલી પદયાત્રાને મધમાખીઓનું વિઘ્ન નડયું હતું. બપોરે રસોઇ બનાવવા સળગાવેલા ચુલાના ધુમાડાથી મધમાખીઓ ઉડતાં અનેક અનુયાયીઓને ડંખ માર્યા હતાં જેમાં પાંચ અનુયાયીઓની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...