તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જો એ ૧૭મો મગર સ્કૂલમાં પ્રવેશી ગયો હોત તો શું થાત!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠી ગામે ૧૭મો મગર પકડાયો
ફફડાટ: શાળાને અડીને આવેલી ખાડીમાં મગરો હોવાના ડરથી શિક્ષકો, બાળકોમાં ભય
પ્રાથમિક શાળાને અડીને આવેલી ખાડીમાં હજુ ચારથી પાંચ મગરો હોવાની આશંકા
છેલ્લા પાંચ વર્ષથી લઇ અત્યાર સુધી ૧૬ મગર પકડાઇ ગયા છે
નાંદોદ તાલુકાના કોઠી ગામે પ્રાથમિક શાળાને અડીને આવેલી ખાડીમાં મગરો હોવાના ડરથી શાળના શિક્ષકો,
બાળકો અને ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યાં છે. છાસવારે મગરો પાણીમાંથી બહાર કિનારે આવી જતાં હોવાથી સ્થાનિક રહિ‌શોમાં ફફડાટ ફેલાતો હોય છે. પાંચ વર્ષમાં ખાડીમાંથી ૧૬ મગરો પકડાઇ ચૂકયા છે ત્યારે શુક્રવારે વનવિભાગે મુકેલા પાંજરામાં ૧૭મો મગર ઝડપાઇ ગયો હતો.
આ ખાડીને મગરોથી મુકત કરવા રજુઆત કરી છે અગાઉ ખાડીમાંથી બહાર આવી ચઢેલા મગરે ગાય ઉપર હુમલો કરતા શાળાના બાળકોએ જ પથ્થરો મારી ગાયને બચાવી હતી. જેથી તમામ મગરોને ઝડપી આ ખાડીને મુકત કરવા વન વિભાગને રજુઆત કરવામાં આવી છે. નાંદોદ તાલુકાના કોઠી ગામે પ્રાથમિક શાળાને અડીને આવેલા એક ખાડીમાં ચેકડેમને કારણે કાયમી પાણી રહે છે.
વર્ષો પહેલા જયાં મગર આવી જતા તેણે ઇંડા મુકતા મગરો વધતા ગયા અને છેલ્લા ચાર પાંચ વર્ષોમાં અત્યાર સુધી ૧૬ જેટલા મગરો ઝડપાઇ ચુકયા છે. હાલમા ૪થી પાંચ મહાકાય મગરો અંદર હોવાની આશંકાને પગલે ગ્રામજનો અને શાળાના શિક્ષકોએ વન વિભાગને રજુઆત કરી હતી. વન વિભાગે ગુરુવારે રાતે મોટા કોઢ ઉંદરનુ મારણ મુકી આ ખાડી કિનારે પાંજરુ ગોઠવ્યું હતું. રાત્રીના મારણ ખાવા જતાં એક મહાકાય મગર પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા મગરને જોવા લોકોના ટોળે ટોળા એકઠાં ઉમટી પડયા હતા.
વન વિભાગ કેવડિયા રેંજ આ મગરને સરદાર સરોવરમાં છોડી મુકયો હતો. હજુ બે ત્રણ મોટા મગરો હોવાની રજૂઆત વન વિભાગને શુક્રવારે ફરીથી ગ્રામજનોએ કરી પુન: મારણ સાથે પાંજરું મુકી ખાડીને મગરથી મુકત કરવા જણાવ્યું હતું.
ખાડીને મગરોથી મુકત બનાવવી જોઇએ
આ ખાડીમાં વર્ષોથી મગરોનો ત્રાસ છે. સવારે બાળકો ખુબજ સાચવવુ પડે છે રીસેશમાં અમે તમામ શિક્ષકો બહાર ખાડી બાજુ ઉભા રહીએ છે. અમુકવાર તો મગર શાળાના કમ્પાઉન્ડમાં સુધી આવી જાય છે. જેથી ચોતરફ મગરના કારણે પ્રોટેકશન વોલ બનાવી પડી છે. આ ખાડીમાં હજુ ત્રણ ચાર મગર હોય તેને વારા ફરીથી પકડી આ ખાડીને મગર મુકત બનાવાય તે જરૂરી છે.
શાંતિલાલ પટેલ, મુખ્ય શિક્ષક
પાંજરું મૂકી તમામ મગરો પકડી લેવાશે
પાંજરૂ ફરી મુકીને બીજા મગર પકડવામાં આવશે. કોઠી ગામેથી ૧૭ મગરો પકડાયા છે અને હજુ હોવાની આશંકાએ ફરી પાજરૂ ગોઠવી મગરો પકડવામાં આવશે.એચ.એસ.પટેલ, આરએફઓ