ડેડીયાપાડાનાં રાબદા ગામે પ્રેમી પંખીડાએ વિષપાન કરી જીવન ટુંકાવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: ડેડીયાપાડાનાં રાબદા ગામે રહેતા પ્રેમી યુગલે દોઢ મહિના પહેલા ઘર છોડી ભાગી ગયા હતા અને બહાર રહ્યા હતા. હાલ ઘરે આવતા પરિવારના દબાણથી બંનેએ આ ફાની દુનિયાને આલવિદા કહી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
ડેડીયાપાડા તાલુકાનાં રાબદા ગામે રહેતા પ્રકાશ મગન વસાવા અને ગીતા વસાવા બંને વચ્ચે આંખો મળી હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને જે બાબતની ઘરમાં ખબર પડતા ઘરના લોકો તૈયાર ન થયા. જેથી આજથી દોઢ મહિના પહેલા બન્ને ઘર છોડી ભાગી ગયા અને ઘરના તેને શોધતા રહ્યા. બન્ને ઘરની બહાર રહી વાતાવરણ શાંત પડે તેની રાહ જોતા હતા. અઠવાડીયા પહેલા જ ઘરે પરત ફરતા પ્રકાશના ઘરે ગામમાં જ રહેતા હતા. બાદમાં ગામમાં વિરોધ થતા અને ઘરના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. અંતે લોકો પોતને જીવવા નહીં દે, એવુ મનમાં ને મનમાં વિચારી લઇ આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું બંને નક્કી કર્યું. એકલતા જોઇ ઝેરી દવા ગટગટાવી ગયા, જે બાબતની ઘરનાને ખબર પડતા બંનેને દવાખાને ખસેડાયા હતા. જ્યાં બંનેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું જે બાબતની પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...