તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા: ટ્રાફિક બ્રિગેડના જવાનની સર્તકતાથી મહિલાનો બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળામાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની સુચકતાથી મોટી હોનારત થતાં અટકી ગઇ હતી. સિવિલ હોસ્પિટલ પાસે વળાંક લેતી વેળા બસ ફૂટપાથ પર ચઢી કેબીન તરફ ધસી ગઇ હતી આ દ્શય જોઇ ત્યાં હાજર રહેલાં જવાને બુમ પાડી ડ્રાયવરને અવગત કરતાં તેણે બ્રેક મારી દીધી હતી. બસને આવતી જોઇ કેબિનમાં રહેલી મહીલાએ દોટ મુકતાં તેનો જીવ બચી ગયો હતો.
રાજપીપળા સિવિલના ટર્નિંગ પાસેની ઘટના
ડ્રાયવરે બસ ફૂટપાથ પર ચઢાવી દીધી હતી
સિવિલ હોસ્પિટલના વળાંક પાસેના ફૂટપાથ પર એક મહિલા સીંગ ચણાની લારી ઉભી રાખી ગુજરાન ચલાવે છે.ગત રોજ સાંજના સમયે નજીકમાં આવેલી શાળાઓ છૂટવાના સમયે 5:00 વાગ્યાની આસપાસ ઝઘડિયા તરફ જઇ રહેલી એસટી બસના ચાલકે વળાંક કાપવા જતા વળાંક ના કપાયો અને ફૂટપાથ પર બસ ચઢાવી દીધી.બસ કેબીનમાં ઘૂસવાની તૈયારીમાં જ હતી ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા વાપરી ચાલક ને અવગત કરતા ચાલકે તુરંત બ્રેક મારી બસ અટકાવી દીધી હતી.
બસને પોતાની તરફ આવતી જોઈ કેબીનમાં બેઠેલી મહિલા પણ ત્યાંથી ભાગી હતી. બસને એક બાજુ બ્રેક મારી તો બીજી બાજુ શાળાઓ પણ છૂટતાં માર્ગ પર છાત્રોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સમય સુચકતા ના વાપરી હોત તો મહિલા સહીત શાળા ના બાળકોને ઇજા થઇ હોત. આ જવાનોની સમયસુચકતાને કારણે રાજપીપળામાં મોટી હોનારત થતાં અટકી છે. આમ ટ્રાફિક બ્રિગેડના જવાનોની સુચકતાથી મોટી હોનારત થતાં અટકી જવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો