તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળામાં ડેન્ગ્યૂનો શંકાસ્પદ ત્રીજો દર્દી મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ હોવા છતાં પાલિકા દ્વારા નકકર કાર્યવાહી નહી થતાં રોગચાળો ફેલાઇ રહયો છે. નગરમાંથી અત્યાર સુધીમાં ડેન્ગયુના ત્રણ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં છે. આરોગ્ય વિભાગ દવા તથા ફોગિંગની કામગીરી કરે છે પણ તે કાયમી નથી. રોગચાળો ફેલાતો અટકાવવા સફાઇકાર્ય સઘન બનાવવામાં આવે તે જરૂરી છે.
 
આધેડમાં ડેન્ગ્યૂના લક્ષણો જણાતાં નમૂના લેવાયા
 
રાજપીપળામાં ગત સપ્તાહમાં ટેકરા ફળિયા અને નરસિંહ ટેકરી માં બે નાના બાળકો શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા હતા. આ રોગ વધુ ના વકરે તે માટે અર્બન હેલ્થ વિભાગ દ્વારા આ વિસ્તારો માં ફોગીંગ તથા એન્ટિ લારવાની દવાના છંટકાવ સહીતની કામગીરી યુદ્ધ ના ધોરણે આરંભી દીધી હતી. આજ રોજ એક 55 વર્ષના વૃધ્ધને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું જણાતા તેમને  વડોદરાની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગને જાણ કરતા જેના લોહીના નમૂના SSGમાં  મોકલાયા છે. નગરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહયો છે. ડેન્ગયુનો શંકાસ્પદ દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગ તરફથી ફોગિંગની કામગીરી કરવામાં આવે છે પરંતુ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરપાલિકાની છે. પાલિકા તરફથી નકકર કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી રોગચાળો માથું ઉચકી રહયો છે.

( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો