નવાપુરા ગામ નજીકથી 72 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા:  નવાપુરા ગામ નજીકથી ગાડીમાં લઇ જવાતો 72  હજારનો  દારૂ ઝડપાયો  છે.પોલીસને જોઇ બે ઇસમો ટવેરા મુકી ફરાર થઇ ગયા હતાં.મતદારોને રીઝવવા દારૂ મંગાયો હોવાની આશંકા સેવાઇ રહી છે.  નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી જિલ્લાની તમામ બોર્ડરો ચુસ્ત પણે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત રોજ બાતલી મળતા કેટલાક બુટલેગરો ટવેરા ગાડીમાં વિદેશી દારૂ ભરી પસાર થવાના હતા. પોલીસે નવાપુરા ગામ પાસે ચેકીંગ ગોઠવી દીધી હતી.

 

બે અજાણ્યા ઇસમ એક સફેદ કલરની ટવેરા ગાડીમાં વિદેશી દારૂ ભરીને આવતા પોલીસે પીછો કરતા  બંને ઈસમો ગાડી બિનવારસી છોડી ભાગી ગયા હતા. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયર મળી કુલ 72 હજાર રૂપિયા નો મુદ્દામાલ  પોલીસે  ઝડપી પાડ્યો હતો. નંબર વગરની સફેદ કલરની ટવેરા ગાડી પણ કબજે લેવામાં આવી છે.આમલેથા  પો.સ.ઈ જે.આર. ગામીતએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(તસવીરો પ્રવિણ પટવારી)

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...