કરજણ ડેમમાંથી 41 હજાર કયુસેક પાણી છોડાતા નદી બે કાંઠે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નાંદોદ તાલુકાના કરજણ ડેમની સપાટી રૂલ લેવલ 106.35થી 108.52 મીટર થઇ છે. હજુ રૂલ લેવલ કરતા બે મીટર ઉપર હોવાથી  તબક્કાવાર પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. કરજણ ડેમ ચાર ગેટખોલી 41,100 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગી છે.રાજપીપળામાં લોકો  ચાલુ વરસાદે  પાણીને જોવા ટોળે વળ્યા હતાં. ટાઉન  પોલીસે તકેદારીના પગલારૂપે કાંઠા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.
કરજણ ડેમમાંથી  41,100 ક્યુસેક પાણી છોડાતા ભદામ, ભચારવાળા, ધનપોર, ધમણાચા, હજરપુર, ભુછાડ સહિતના ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યુ છે. જો કે કોઇ નુકસનીનો આહેવલ નથી. તલાટીઓ અને સરપંચોને જાણ કરી લોકોને એલર્ટ કરાયા છે.નર્મદાના ડિઝાસ્ટર મામલતદાર અને રેલવે વિભાગને પણ જાણ કરાઈ છે. જો પાણીની અાવક વધશે તો સમયાંતરે લોકોને સાવધ કરી પાણી છોડાશે.
 
ઉપરવાસમાંથી 8,700 કયુસેક પાણીની આવક

ડેમનું રૂલ લેવલ106.73 મીટર છે. ઉપરવાસમાંથી ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે 8,700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આટલુ પાણી છોડતા હાલ સપાટી 108.52 મીટર છે. જેથી ડેમનું રૂલ લેવલ જાળવવા ફરી ગુરુવારે તથા શુક્રવારે ડેમનો ગેટ નંબર 2,4,7,8 ને 2.6 મીટર જેટલો ખોલી કરજણ નદીમાં 41,100 ક્યુસેક પાણી છોડાયું છે- એ.વી.મ્હાલે, કાર્યપાલક ઇજનેર, કરજણ સિંચાઇ વિભાગ
 
તમામ તસવીરો પ્રવીણ પટવારી
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...