તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

125 કરોડની વસતિવાળા દેશમાં 1 મેડલ કેટલો વ્યાજબી : મનોહરસિંહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: 125 કરોડ કરતા વધારે જન સમુદાય ધરાવતા દેશમાં માત્ર એક મેડલ વ્યાજબી નથી. ખેલાડીઓએ તનતોડ મહેનત કરી દેશને વધુને વધુ મેડલો મળે તેવા પ્રયાસો કરવા જોઇએ તેમ રાજપીપળાના ડીવાયએસપી મનોહર સિંહ જાડેજાએ રાજપીપળા ખાતે રાજયકક્ષાની આર્ચરી સ્પર્ધાના ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું. નર્મદા જિલ્લામાં રાજ્ય કક્ષાની તીરંદાજી હરીફાઈ યોજાઈ હતી.જેમાં રાજ્યના 30થી શહેરોના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેટલાય વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે.
નર્મદા જિલ્લામાં રાજયકક્ષાની આર્ચરી સ્પર્ધા યોજાઇ
યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ ગાંધીનગર અને ગુજરાત વ્યવયામ પ્રચારક મંડળ અને રમતગમત વિભાગ નર્મદા જિલ્લા ના સંયુક્ત પણે આ રાજ્ય કક્ષાની હરીફાઈ યોજાઈ હતી. ડીવાયએસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 125 કરોડ કરતાં વધારે વસતિ ધરાવતાં દેશને એક ગોલ્ડમેડલ મળે તે ચિંતાની બાબત છે. સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહયું છે ખેલાડીઓએ તનતોડ મહેનત કરી દેશનું નામ ઉજાગર કરવું જોઇએ. રમતવીરોને પ્રોત્સાહિત કરવા જોઇએ. ડિગ્રી કોલેજના આચાર્ય ડો.સી.બી.કગથરા, રાજ્યકક્ષા ના કોચ દિનેશ ભીલ, એપીએચના આચાર્ય એમ.જે.ચૌધરી, વ્યાયામ સંઘના પ્રમુખ સોમભાઈ વસાવા, ડીએસઓ મહેશ ચૌધરી, કોચ ગૌરીશંકર દવે, નિકિતા પટેલ, નયના ગોહિલ, અનિલ પાઠક સહીતના મહેમાનો હાજર રહયાં હતાં.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો