તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

60 વર્ષના રિક્ષાવાળું થયું સિલ્વર મેડલથી સંમાન, સોનાથી ભરેલુ પર્સ કર્યું પરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળામાં છેલ્લા ઘણા વર્ષોથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધે શાળા કમ્પાઉન્ માંથી મળેલું સોનાના ઘરેણાં ભરેલું પાકીટ આચાર્યને સુપ્રત કરી પોતાની પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતાં. તેમની પ્રમાણિકતા બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે તેમને શ્રી પુરાણીજી પારિતોષી સિલ્વર મેડલ આપી બહુમાન કર્યું છે. રાજપીપળાની કન્યા શાળા ની પાછળ રહેતા 60 વર્ષના દત્તૂભાઈ ભાણાભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.આજથી ત્રણ મહિના પેહલા તેઓ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીને મુકવા ગયાં હતાં.
કિમંતી દાગીના સાથે મળેલું પાકિટ પરત કરી પ્રમાણિકતા દાખવી હતી

જ્યાં સ્કૂલ કમ્પાઉન્ડમાં તેમને એક સ્કૂટર પાસેથી પાકીટ મળતાં તેમણે સ્કૂલના આચાર્યને સુપ્રત કર્યું હતું.આચાર્યેએ પાકીટ ખોલ્યું તો તેમાંથી લાખોની કિંમત આંકી શકાય તેટલા સોનાના ઘરેણાં અને રોકડ મળી હતી અને પુષ્ટિ કર્યા બાદ આચાર્યે એ પાકીટ એક માલિક મહિલાને આપી પણ દીધું. આવી અનેક અસાધારણ કામગીરી કરનારને દર વર્ષે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ શ્રી પુરાણીજી પારિતોષિકથી સન્માનિત કરાય છે.તો આ એવોર્ડ પ્રદાન કરનારી નિર્ણાયક કમિટીએ વર્ષ-૨૦૧૫ ૨૦૧૬ માટે સમગ્ર ગુજરાતમાંથી ૯ વ્યક્તિઓની પસંદગી કરી હતી.જેમાં રાજપીપળાના આ રીક્ષા ચાલક પસન્દગી પામ્યા છે.નવસારી જિલ્લાના બીલીમોરા ની શ્રી વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ શ્રી મોરારજી દેસાઈ રોડ ખાતે યોજાયેલા એક સારંભમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે દત્તૂભાઈ ભાણાભાઈ પટેલને નૈતિકતા -પ્રમાણિકતા બદલ સંસ્થાના પ્રમુખ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ અને પદ્મશ્રી કનુભાઈ હસમુખભાઈ ટેલર ના હસ્તે સિલ્વર મેડલ ,૨૫૦૦ રૂપિયા રોકડા,અને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ....
અન્ય સમાચારો પણ છે...