તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળામાં સાંસદના નિવાસે થાળી ખખડાવી વિરોધ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: સરકારે 500 તથા 1000ના દરની ચલણી નોટો રદ કરી દેતાં આક્રમક બનેલી કોંગ્રેસે રવિવારે રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે સાંસદ મનસુખ વસાવાના નિવાસની બહાર થાળી ખખડાવી વિરોધ દર્શાવ્યો હતો. સાંસદે કોંગી કાર્યકરોની રજૂઆત સાંભળી હતી અને યોગ્ય પગલાં ભરવા સરકારને જણાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સબેંકો અને એટીએમમાં કેશની તંગી ઉભી થઇ છે. કલાકો સુધી લોકો લાઇનોમાં ઉભા રહે છે. લોકોને પડતી હાલાકીના વિરોધમાં આજે કોંગ્રેસે ભાજપના સાંસદો અને ધારાસભ્યોના ઘેરાવના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
સાંસદે સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી

રવિવારે રાજપીપળાની રાજેંદ્ર સોસાયટી ખાતે રહેતા પુર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાના ઘરનો ઘેરાવો કર્યો હતો. થાળીઓ ખખડાવી સુત્રોચાર કરાયા હતા. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ,માજી ધારાસભ્ય પી.ડી.વસાવા, નાંદોદ તા.પં. પ્રમુખ જતીન વસાવા, રાજપીપલા પાલિકા માજી પ્રમુખ ભારતીબેન વસાવા, નાંદોદ તા.પ્ર.નિલમ વસાવા, શહેર પ્રમુખ ઠકોર યાવરખા, તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રકાશ વસાવા, પુર્વ પલિકા સદસ્ય યુસુફ સોલંકી, વાસુદેવ વસાવા સહીતના આગેવાનો-કાર્યકરો જોડાયા હતાં. સાંસદ મનસુખ વસાવા ઘરમાં હાજર હોવાથી કોંગી આગેવાનોની રજૂઆત સાંભળી અને સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી.
સરકાર બેંકો-ATMમાં નાણાની વ્યવસ્થા કરે તેવી માંગ કરી
કેવડિયા ખાતેે રાજ્ય સરકારના વન અને આદિજાતિ મંત્રી શબ્દ શરણ તડવીના ઘરની બહાર કોંગી કાર્યકરોએ નારેબાજી કરી હતી.સરકારને કારણે લોકો પરેશાન છે અને તેમનો સરદાર નોટો બદલી મૌન થઈ ગયો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. તિલકવાડાથી કેવડીયા સુધી બાઇક રેલી કાઢી સરકારના નોટબંધીના નિર્ણયને વખોડવામાં આવ્યો હતો.સરકારના નોટબંધીના નિર્ણયથી લોકોને પડી રહેલી મુશ્કેલીના વિરોધમાં તિલકવાડાકોંગ્રેસે બાઇક રેલીનું આયોજન કર્યું હતું. તિલકવાડાથી દેવળીયા અને ભાદરવાના રસ્તે 200 જેટલી બાઈક સાથે 500 થી વધારે કાર્યકરો કેવડીયા આવ્યાં હતાં. તેમણે કેવડીયા ખાતે આવેલાં રાજયના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શબ્દશરણ તડવીના નિવાસને ઘેરાવો કર્યો હતો.

સરકારની વ્યવસ્થાથી લોકો પરેશાન થયા હોય સરકાર બેંકોમાં નાણાંની વ્યવસ્થા કરે તેવી માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે મંત્રી ઘરે નહિ હોવાથી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પ્રદેશ મંત્રી હરેશ વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી, જિલ્લા મહિલા પ્રમુખ અંગીરાબેન તડવી, માઇનોરિટી સેલના પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મરાજ રજવાડી, તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભીલ, બારકતુલ્લા રાઠોડ , કપૂર ભીલ સહીત મોટી સંખ્યામાં મહિલાઓ અને કાર્યક્રરો જોડાયા હતાં.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ....


અન્ય સમાચારો પણ છે...