તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળામાં ડેન્ગ્યૂનો વાવર અટકાવવા મેડીકલ કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળાના ટેકરા ફળિયા અને નરસિંહ ટેકરી વિસ્તારમાંથી ડેન્ગયુના શંકાસ્પદ બે દર્દી મળી આવ્યાં બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રોગચાળાને ફેલાતો અટકાવવા માટે આ વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં 40થી વધારે લોકોના આરોગ્યની ચકાસણી કરી જરૂરી દવા આપવામાં આવી હતી. ચોમાસામાં પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાનો વાવર જોવા મળે છે.
ટેકરા ફળિયા અને નરસિંહ વિસ્તારમાંથી બે શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં ડેન્ગયુના શંકાસ્પદ બે દર્દીઓ મળી આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે.ગત સપ્તાહમાં ટેકરા ફળિયા અને નરસિંહ ટેકરીમાં બે નાના બાળકો શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયાં છે. આ રોગ વધુ ના વકરે તે માટે અર્બન હેલ્થ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ફોગીંગ તથા એન્ટિલારવાની દવાના છંટકાવ સહીત ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તકેદારીના ભાગ રૂપે નરસિંહ ટેકરી વિસ્તારની આંગણવાડીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 25 જેટલા નાના બાળકો તથા 15 સ્ત્રી -પુરુષો મળી 40 જેટલા દર્દીઓને તપાસી જરૂરી દવા અને સૂચનાઓ અાપવામાં આવી હતી. માત્ર નરસિંહ ટેકરી અને ટેકરા ફળિયા જ નહિ પણ નગરના અન્ય વિસ્તારોમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહયો છે ત્યારે આ વિસ્તારોમાં પણ દવાના છંટકાવ તથા સફાઇ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો