રાજપીપળામાં કાલિકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી મેળાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળામાં ઐતિહાસિક કાલિકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીના મેળાનો આજે મંગળવારથી  પ્રારંભ થશે. લઘુમતી સમાજની  વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં અને મેળામાં મુસ્લિમ આગેવાનોના વિશેષ સહકાર થી કોમી એકતાના દર્શન થાય છે. સિંધીવાડ વિસ્તારમાં થઇ ને 101 વર્ષ થી જુનું ઐતિહાસિક  કાલિકા માતાનું  મંદિર  ગોહિલ વંશના રાજવી પરિવારે બનાવ્યું હતું અને જે કુળદેવી હોવાથી  
જ્યાં રાજા રાણી પૂજા કરતા હતા અને જેમાં ચૈત્ર મહિનામાં માતાજી નું અનુષ્ઠાન કરી વિશેષ પૂજા કરાતી હતી ત્યાર બાદ ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ નો મેળો યોજાતો હતો.
 
કોમી એકતાના પ્રતિક સમાન મેળો 9 દિવસ સુધી યોજાશે
 
છેલ્લા 75 વર્ષ થી ભરાતો આવ્યો છે અને જેમાં હજારો લોકો માઈ  દર્શને આવે છે. વર્ષોથી આ મંદિર ની સેવા પૂજા કરતા જોશી પરિવાર આ મેળામાં ત્રણ ટાઇમ આરતી કરે છે.  આ મંદિર દેખરેખ જોશી પરિવાર સાથે ધોબી અને મોચી સમાજ અને લઘુમતી સમાજ પણ  દેખરેખ રાખે છે, અને જેને કારણે આ મેળામાં પણ તેમની હાજરીને પગલે કોમી એકતાનું વાતાવરણ જોવા મળે છે.ઔષધી ગુણ ધરાવતા રજવાડી કુવો આજે પણ હયાત છે. જેના પણ લોકો દર્શન કરે છે.
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...