સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 150 જેટલા યુવાનો યુવતીઓએ સતત તલવાર બાજી કરી હતી. આ મહા આરતીમાં રાજપૂત સમાજની મહિલાઓ પણ તલવાર સાથે જોવા મળી હતી. હજારો ભક્તો આ તલવાર આરતીમાં લીન બન્યા હતા અને આ અનોખી આરતી જોવા પણ લોક ટોળા ઉમટી પડ્યા હતાં. સમાજનાં બાળકો યુવાનો તલવાર બાજી શીખી આજે મહા આરતીમાં જોડાયાં છે. આ પરંપરાના માધ્યમથી અમારી અસ્ત્રકળાને જીવંત રાખવાના પ્રયાસો થઇ રહયાં છે તેમ તલવારબાજી શીખવનારા રવિરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું. રાજપુત સમાજના યુવાનો તલવારબાજીની કળા હસ્તગત કરે તે માટે બે વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહયાં છે તેમ રાજપુત સમાજના પૂર્વ પ્રમુખ યશપાલસિંહ ગોહિલે જણાવ્યું છે.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..