તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિમજૂથના પરિવારોએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: દેડીયાપાડા-સાગબારાના અંતરિયાળ ગામોમાં રહેતાં આદિમજૂથના લોકોને 15 દિવસ બાદ રહેઠાણની વ્યવસ્થા નહિ થતાં તેમણે સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વન વિભાગે ઝૂંપડાઓ સળગાવી દીધાં હોવાથી ઘર વિહોણા બનેલાં પરિવારો રાજપીપળામાં રઝળપાટ કરી રહયાં છે. સરકાર તરફથી કોઇ સહાય મળતી નથી તેવામાં વન વિભાગે તેઓ રીઝર્વ ફોરેસ્ટની જગ્યામાં ગેરકાયદે વસવાટ કરતાં હોવાનો રીપોર્ટ આપતાં આ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
વન વિભાગે ઝૂ઼પડા સળગાવી દીધાં હોવાથી 45 પરિવારો ઘરવિહોણા
તુલામાંવાડી, દુધાળીવેર, અને ચોપડાવાવ જેવા ગામમાં વસતા 45થી વધુ પરિવારો ના 100 થી વધુ લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ ધામા નાંખ્યાં છે. 15 દિવસ બાદ પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહિ આવતાં તેમણે હવે અમને અમારું ગામ નહિ આપો તો સામુહિક આત્મહત્યા ની પરવાનગી આપવાની માંગ કરી છે. આદિમજૂથના આદિવાસીઓના ઝુંપડા સળગાવી દઈને બેઘર કરવાના બનાવ બાદ બેઘર બનેલા આદિવાસીઓ રાજપીપળામાં રઝળપાટ કરી રહયાં છે. રાજકીય આગેવાનો અને તંત્ર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી રહયાં છે પણ આજદિન સુધી નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાન વન વિભાગે આ લોકો રીઝર્વ ફોરેસ્ટની જગ્યામાં ગેરકાયદે વસવાટ કરતાં હોવાનો રીપોર્ટ આપ્યો છે. આ લોકો સેવાસદન સામે ખુલ્લામાં પડ્યા રહ્યા છે અને બેનરો પ્લે કાર્ડ બતાવી આવતા જતા અધિકારીઓ અને કર્મચારીઓની સામે દેખાવો કરે છે. તંત્ર તરફથી નકકર કાર્યવાહી નહિ થતાં તેમણે હવે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
રેવન્યુ અને તલાટીનો રીપોર્ટ મંગાવો

વન વિભાગનો રિપોર્ટ રાજકીય દબાણ થી કરવામાં આવ્યો છે. આ પરિવારો ખરેખર વંચિતો છે જેમનું કોઈ ગામ કે કોઈ ઘર નથી. આદિમજૂથના લોકો 15 દિવસથી ભટકી રહયાં છે પણ તેમના માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રેવન્યુ વિભાગ અને તલાટી પાસે રીપોર્ટ મંગાવવામાં આવે તેવી અમારી માંગ છે. >મહેશ વસાવા, આગેવાન
( તસવીર- પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો