તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળાના સફાઈ કર્મચારીઓ સ્વાસ્થ્યના રક્ષક છે: પ્રમુખ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: આપણા સમાજમાં એક વર્ગ છે. વાલ્મીકિ જેને આજે પણ લોકો માન મોભો આપવામાં સંકોચ અનુભવીએ છીએ દરમિયાનમાં રાજપીપળા નગરપાલિકાનાં પ્રમુખે એક દિવસ તેમના ઘરે અને તેમના વિસ્તારોમાં જઈ સફાઈ કરાવી અને તેમની સાથે રહી આગામી સમયમાં આ સમાજ માટે તેમને કંઈ કરવું છે જેવો સંકલ્પ પણ લીધો હતો.
- રાજપીપળાના સફાઈ કર્મચારીઓ સ્વાસ્થ્યના રક્ષક છે: પ્રમુખ
- નગર પાલિકાના ઇતિહાસમાં પ્રમુખે વાલ્મકીવાસમાં જઇ કર્મચારીઓ સાથે વાતચીત કરતાં લોકો ભાવિ વિભોર બની ગયા હતાં
- પાલિકા પ્રમુખે વિસ્તારમાં જઈને કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો
પ્રમુખે સફાઇ કર્મચારીઓને તેમને સ્વાસ્થ્ય સૈનિકનું બિરુદ આપવામાં આવ્યું હતું. નગર પાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇ પ્રમુખે આમ સામે ચાલીને આવુ પગલુ ભર્યુ હોય એવો પ્રથમ બનાવ છે. સફાઇ કર્મચારીઓને સુરક્ષાના સાધનો આપવાની પણ તૈયારી બતાવી છે.નગરપાલિકાના પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પાલિકા સાચા અર્થમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતીને ઉજવવા માંગે છે. જે વાલ્મીકિ સમાજ સમાજ દિલ લગાવીને નગરમાં સફાઇ કામ કરી કચરો ઉઠાવી, ગટરો સાફ કરી આપણું આંગણું ચોખ્ખું રાખે છે.

જેને કારણે આજે આપણે સ્વસ્થ અને નીરોગી રહીએ છે. જો તેઓ આ કાર્ય ન કરે તો સમજો શુ હાલત થાયω આ સમાજ આપણો જ એક ભાગ છે. કેમ એક સાથે ન રહીએ જેવા સામાજિક જાગૃતિ લોકોને સમજાવી તેમની વચ્ચે રહી સફાઈ કરી હતી.આગામી આખું વર્ષ આ સમાજ માટે અનેક લાભો સરકાર દ્વારા મળે જેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.રાજપીપળા નગરપાલિકામાં 150 જેટલા સફાઈ કામદારો છે. જેમના દ્વારા મુખ્ય માર્ગો અને શેરીઓ સફાઈ થાય છે. જેથી આ કર્મચારીઓ સાચા અર્થમાં નગર પાલિકાના સૈનિકો છે.જે પુરા નગરના સ્વાસ્થ્યના સૈનિકો છેએમ કહી તેમને નવાજવામાં આવતા કેટલાક ભાવવિભોર બની ગયા હતા.પ્રત્યેક ઘરોમાં આવકાર મળ્યો અને સ્નેહથી પ્રમુખ લોકોને મળીને તેઓની સાથે સંવાદ પણ કર્યો હતો. આગામી સમયમાં તેઓ હવે રોહિતવાસ વિસ્તારોમાં પણ જશે.
અન્ય સમાચારો પણ છે...