તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા નાગરિક બેંકના પાસિંગ ઓફિસરને નોટીસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળા નાગરિક બેંકના પાસિંગ ઓફિસરે ખાતેદારોના ખાતામાંથી એડવાન્સ પ્રિમિયમની રકમ ઉપાડી લીધી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે બેંકે તેમને નોટીસ આપી ખુલાસો માંગ્યો છે. પાસિંગ ઓફિસર પર બેંક તથા ખાતેદારોને આર્થિક નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજપીપલા નાગરિક સહકારી બેન્કમાં મલકેશ શાહ હાલમાં પાસિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવા છતાં ખાનગી વીમા કંપનીનો એજન્ટ બન્યાં છે.
અેડવાન્સ પ્રિમિયમ ઉપાડી લીધું હોવાની ફરિયાદો ઉઠી
બેંકના ખાતેદારોના વીમા ઉતારયાં છે અને તેના પ્રિમીયમની રકમ પણ ખાતેદારોના ખાતામાંથી ઉપાડી લીધી છે. ખાતેદારોએ આ બાબતે બેંક સત્તાધીશોને ફરિયાદ કરી છે. પાસિંગ ઓફિસરે બેંક તથા ખાતેદારોને આર્થિક નુકશાન કર્યું હોવાના આક્ષેપ સાથે બેંકે તેમને નોટીસ આપી છે. તેમની વિરૂધ્ધ મળેલી ફરિયાદો અંગે ખુલાસો કરવા 3 દીવસનો સમય અપાયો છે. બેંકના ખાતેદારોના વીમા ઉતરયાં છે અને પ્રિમીયમની રકમ ખાતેદારોના ખાતામાંથી ઉપાડી લીધી હતી.
ખુલાસો પૂછવામાં આવ્યો છે

કર્મચારીએ બેંકના હિતમાં કામ કર્યું નથી અને ખાતેદારોને પણ ગેરમાર્ગે દોરી તેમના ખાતામાંથી એડવાન્સ પ્રીમિયમ ઉપાડી લીધું હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદો સંદર્ભમાં તેમને કારણદર્શક નોટીસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો ગેરરીતી જણાશે તો કાયદેસરની કાર્યવાહીકરાશે. - પન્કીલ પટેલ, ચેરમેન, રાજપીપળા નાગરિક સહકારી બેંક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો