તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદામાં પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી ન યોજાતાં શિક્ષકઆલમમાં રોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જુના હોદ્દેદારોની મુદત પુરી થઇ ગઈ હોવા છતાં ચૂંટણી ન યોજાતાં 3,000 શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વહેલી ચૂંટણી યોજવા અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતની સાથે આંદોલન કરવાની તૈયારીઓ કરી રહયાં છે.
 
ચાર મહિના પહેલાં રજૂઆત છતાં તારીખ નકકી કરાતી નથી
 
પ્રાથમિક શિક્ષકોએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાં શિક્ષક સંઘની ચૂંટણી પત્યાને પણ એક વર્ષ થઇ ગયું. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂર્ણ થયે પણ ઘણો સમય થયો હોવા છતાં ચૂંટણી યોજવા ગતકડાં કર્યા કરે છે.ચૂંટણીના નામે મિટિંગો કરે છે પણ કોઈ નક્કર નિર્ણય લેવાતો નથી. જુના હોદ્દેદારો માત્ર સમય પસાર કરી હોદ્દા પર ચીપકી રહેવા ચૂંટણી આપતા નથી. 500 શિક્ષકોએ પણ નર્મદા
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને વહેલી ચૂંટણી યોજવા ચાર માસ અગાઉ લેખિત રજુઆત પણ કરી હોવા છતાં કોઈજ કાર્યવાહી નથી થઇ.તો વહેલી તકે જાહેરનામું બહાર પાડી ચૂંટણી યોજવાની અમારી માંગ
છે. જો ચૂંટણી નહિ અપાઈ તો ના છૂટકે અમારે ઉચ્ચકક્ષાએ રજૂઆતની સાથે આંદોલન કરવું પડશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.
 
એપ્રિલ અંત સુધીમાં ચૂંટણી થઇ જશે

કારોબારી સભ્યોની એવી  માંગ છે કે જેટલા શિક્ષકો છે તે તમામને મતાધિકાર આપો.આ માટે અમે બંધારણ સુધારણા સમિતિ બનાવી બંધારણમાં સુધારા કર્યાં છે.સામાન્ય સભામાં તેનો ઠરાવ બાકી છે.મોડામાં મોડું એપ્રિલ અંત સુધીમાં ચૂંટણી યોજી દેવામાં આવશે. > ચંપક વસાવા, પ્રમુખ, નર્મદા જિલ્લા પ્રા.શિક્ષક સંઘ

વહીવટી શાખા સાથે લેવાદેવા નથી

^આ સંઘનો પ્રશ્ન છે.વહીવટી શાખા સાથે કોઈ લેવા દેવા નથી.મેં પોતે એક વખત મિટિંગ કરી હતી.મારી જાણ મુજબ બંધારણમાં સુધારાનો નિર્ણય તેમના દ્વારા કરાયો છે. > ડી.બી.બારીયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી, નર્મદા

દાવેદારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો

નર્મદા જિલ્લા શિક્ષક સંઘ ચૂંટણી માટે ઉમેદવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જાહેર જાહેર થશે એટલે નાંદોદ, ગરુડેશ્વર અને ડેડીયાપાડા  ત્રણ તાલુકાઓના શિક્ષક આગેવાનોએ તો અત્યારથી જ પોતાની પ્રચારની કામગીરી આરંભી દીધી છે અને પોતાની જીતનો દાવો પણ કરી રહ્યા છે.

ચાર વર્ષથી ચૂંટણી યોજાઇ નથી

ચાર વર્ષથી ચૂંટણીઓ યોજાઈ નથી તે ક્યારે યોજાશે એવો વિવાદ ગરુડેશ્વર તાલુકા શિક્ષક સંઘના અશ્વિન તડવીએ છેડ્યો છે અને જણાવ્યું  જેમને જિલ્લાની ચિંતા છે એ રજૂઆતો કરનારા શિક્ષકોને હું એમ પૂછું છું કે તાલુકા શિક્ષક સંઘના એક જ વર્ષના શાસન અને જેનો ચુકાદો પણ આવ્યો ત્યારે ચાર વર્ષથી કેમ તાલુકામાં ચૂંટણી નથી કરવામાં આવતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો