નર્મદા જિલ્લામાં કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા: નર્મદા જિલ્લામાં 1265 પોલીંગ સ્ટાફ અને 1665 પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ ઉપરના પોલીંગ સ્ટાફ, નોડલ ઓફિસર, પોલીસ જવાનો સહિતના અન્ય અધિકારીઓ કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ  રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા અને જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 


 પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી વી.બી. બારીયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ નર્મદા જિલ્લામાં વિધાનસભા વિસ્તારના ચૂંટણી ફરજ ઉપરનાં 2792 પોલીંગ સ્ટાફ પૈકી 1791 એ બેલેટ પેપર મેળવવા નિયત નમૂનામાં અરજી કરતાં તેમને બેલેટ પેપર પુરા પડાયાં હતા અને તેમાં 1265 નું મતદાન નોંધાયું છે. જ્યારે પોલીસ ફરજ ઉપરના તમામ 1969 જવાનોની માંગણી મુજબ બેલેટ પેપર પુરા પડાતાં તેમાં પણ 1665 જવાનોનું મતદાન નોંધાયું છે.  


 આ સિવાય જિલ્લાનાં 40 જેટલા ડ્રાઇવર-કંડક્ટર-કલીનરને પણ બેલેટ પેપર પુરા પડાયાં તથા નર્મદા જિલ્લા સિવાય જિલ્લા બહાર નોકરી કરે છે તેવા 732 જેટલા અન્ય મતદારોની માંગણી મુજબ તેમને પણ બેલેટ પેપર પુરા પડાતાં, તેમાં પણ 21 નું મતદાન થઇ જતાં તેમના બેલેટ પેપર પરત મળેલ છે.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

 

તસવીરઃ પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...