તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળા: વન સંજીવની પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યમાં અમલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લાના આદિવાસી અંતરિયાળ દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ડુંગરાળ અને ઉંડાણના વિસ્તારના ગામોમાં કે જ્યાં મોબાઇલ કનેક્ટીવીટીના અભાવે જરૂરિયાતમંદ દરદીઓને 108 એમ્બ્યુલન્સની ગોલ્ડન અવર્સમાં સમયસરની સેવાઓ ઉપલબ્ધ કરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા તાજેતરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ખૈરપાડા ગામે યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમ પ્રસંગે માનવતાની દિશામાં ખુશહાલી અર્પતા વનબંધુ યોજના હેઠળ 10 લાખના ખર્ચની બે વનસંજીવની વાનના પાયલોટ પ્રોજેક્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ.
- વન સંજીવની પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યમાં અમલી
- ખૈરપાડા ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ લોકાર્પિત કરાયો હતો
- પ્રસૂતિ, અકસ્માત, સર્પદંશ, બ્લડ પ્રેસર, પેટનો દુખાવો જેવા કિસ્સામાં 30 થી વધુ દર્દીઓએ લાભ લીધો
દર્દીઓે 108 એમ્બ્યુલન્સની ગોલ્ડન અવર્સની સેવાઓની ઉપલબ્ધિનો પ્રારંભ કરાયો હતો.નર્મદા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના માર્ગદર્શન હેઠળ સી.એસ.આર. ટીમ દ્વારા ટ્રાયબલ સબ-પ્લાન અંતર્ગત આદિજાતિ વિકાસ વિભાગ, વન વિભાગ અને આરોગ્ય વિભાગના સંકલન અને સહયોગથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં અમલમાં મૂકાયેલી વન સંજીવની પ્રોજેક્ટ હેઠળ બે ખડતલ અને મજબુત એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે.

જિલ્લાના અંતરિયાળ ઉંડાણના ડુંગરાળ વિસ્તારમાં કે જ્યાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, ત્યાં વન વિભાગ દ્વારા વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીને વન સંજીવની એમ્બ્યુલન્સ વાનમાં દર્દીઓને તુરંત જ 108 એમ્બ્યુલન્સના સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે અને દર્દીઓને વિલંબ વિના ગોલ્ડન અવર્સમાં 108 એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી આ પ્રોજેક્ટ હેઠળ પ્રસૂતિ, અકસ્માત, સર્પદંશ, ઝાડા-ઉલ્ટી, બ્લડ પ્રેશર (રક્ત ચાપ), પેટમાં દુખાવો વગેરે જેવા કિસ્સામાં 30 થી વધુ દર્દીઓએ સેવાનોલાભ લીધો છે.
દર્દીઓને નવજીવન બક્ષવામાં આશિર્વાદરૂપ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...