સરકારી પ્લોટની માગણી કરનાર શહિદ જવાનના પરિવારની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લાના વતની અને બીએસએફમાં ફરજ દરમિયાન શહીદ થયેલાં જવાનની પત્નીએ આદિવાસી અધિકાર ગૌરવ યાત્રામાં વિરોધ ન કરે તે માટે પોલીસે તેને પરિવાર સાથે ડીટેઇન કરી લીધી હતી. શહીદ જવાનની પત્ની છેલ્લા 15 વર્ષથી સરકારી પ્લોટ માટે કચેરીઓના ધકકા ખાઇ રહી છે. ગરુડેશ્વર તાલુકાના ગોરા નવી વસાહતના રહીશ અશોક તડવી બીએસએફમાં  ફરજ બજાવતા  2002માં જમ્મુ કાશ્મીરના કુકવાડા બોર્ડર પર આતંકવાદીઓ સામે લડતા જે શાહિદ થઇ ગયો હતો. 
 
આદિવાસી ગૌરવ યાત્રામાં વિરોધ ન કરે તે માટે પગલું ભરાયું
વિધવા પત્ની અને પરિવારને  મળવા પાત્ર પ્લોટ આજદિન સુધી મળ્યો નથી, કેવડિયા કે ગરુડેશ્વર પ્લોટ ની માંગણી કરી છે પણ વહીવટી તંત્ર બસ ધક્કા ખવડાવે છે. જેથી મજબૂરીમાં આત્મવિલોપન કરવાની આ શાહિદની પત્ની રેખાબેને  ચીમકી આપી હતી.આદિવાસી અધિકાર ગૌરવ યાત્રા લઈને નીકળેલાં ભાજપાના પ્રદેશ  પ્રમુખને મળી વિધવા પત્ની પૂછવા માંગે છે કે કયાં અધિકારોની વાત કરો છો. તમારી સરકાર 15 વર્ષથી આ આદિવાસી શહિદના  પરિવારને એક પ્લોટ નથી આપી શકતી. નેતાઓના નામે આદિવાસીઓની જમીનો પણ નામે થઇ ગઈ છે. આદિવાસી અધિકાર ગૌરવ યાત્રામાં વિરોધની શકયતાને જોતાં નર્મદા પોલીસે રેખાબેન તડવી તથા તેના પરિવારને નજર કેદ કરી લીધાં હતાં.
અન્ય સમાચારો પણ છે...