તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડીયામાં 98 બાંધકામો તોડી પાડવા નર્મદા નિગમની નોટીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયા: કેવડીયાની સાધુ ટેકરી ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંકલેશ્વર સુધી બની રહેલાં ફોર લેન માર્ગના નિર્માણમાં નડતરરૂપ 98 બાંધકામોને તોડી પાડવા નર્મદા નિગમે નોટીસ આપતાં દોડધામ મચી છે. વાગડીયા, નવાગામ, લીમડી સહિતના ગામોમાં નોટીસ બાદ લોકો તેમના મકાનો ગુમાવી દે તેવી સ્થિતિ ઉભી થતાં ભયનો માહોલ છે. ગામલોકો પોતાની જમીનો ખાલી નહિ કરવા મકકમ હોવાથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.
 
બસ સ્ટેન્ડ, આરોગ્ય કેન્દ્ર સહિતની ઇમારતો પણ જમીનદોસ્ત કરાશે
 
કેવડિયાથી સાધુ ટેકરી  સુધી જતા વચ્ચે આવતા વાગડીયા, નવાગામ, લીમડી, બરફરિયા ગામોના  રહેણાંક ઘરો ,ST સ્ટેન્ડ  સહીત સરકારી મકાનો પણ તોડી નાખવા નર્મદા નિગમે બાંધકામોના માલિકોને નોટીસ ફટકારી છે. નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, વાગડીયા, ગોરા, નવાગામ, અને લીમડીના લોકોને સરકારે કોઈપણ જાતનું વળતર ચુકવ્યું નથી ત્યારે ફોર લેન માર્ગ માટે જમીન સંપાદિત કરતાં અસરગ્રસ્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

કેવડિયામાં આવેલી  નર્મદા માતાની પ્રતિમાથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ ફોરલેન રોડ બનવામાં આવી રહ્યો છે. જે 5.88 કિમી લાંબો અને 45 મીટર પહોળો બનાવવા માં આવશે. રસ્તો બનાવવા નડતરરૂપ  રહેણાંક, બીન રહેણાંક, આંગણવાડી કેન્દ્રો, બાલવાડી કેન્દ્રો, પાણી હવાડા,પાણીની ટાંકી,  બસ સ્ટેન્ડ દુર કરવા નોટીસ આપવામાં આવી છે. ગામલોકો પોતાની જમીનો ખાલી નહિ કરવા મકકમ હોવાથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.
 
સંપાદીત કરેલ જમીનનું સરકારે વળતર ચુકવ્યું નથી

સરકારે  પહેલા ડેમ માટે પછી પ્રવાસન અને હવે રોડ આમ વારંવાર હેતુ ફેર કરે છે. જે ખરેખર ખોટું છે અને અમે અમારી જમીનમાં રહીએ છે. પહેલા આ બેઘરોને મકાન અનેસહાય આપો. જમીન સંપાદન કરી લેવામાં આવે છે પણ વળતર ચુકવાતું નથી. જો અમારી જમીનો છીનવાશે તો આંદોલન માટે લોકો તૈયાર છે. - શૈલેષ તડવી, આગેવાન, વાગડીયા
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો