નર્મદાની મુખ્ય કેનાલના દરવાજા બંધ કરવાની વિસ્થાપિતોની ચીમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા ડેમ માં જમીન ગુમાવનાર ત્રણ રાજ્યો ના વિસ્થાપિતો ઉપવાસ આંદોલન પર બેઠા છે જેના આજે 134 દિવસ વીતી ગયાં હોવા છતાં કોઈ માંગ પુરી થઇ નથી. નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકર વિસ્થાપિતોની મુલાકાતે છે. રવિવારે તેમની હાજરીમાં સંમેલન યોજાયું હતું જેમાં નર્મદા કેનાલના દરવાજાને બંધ કરી દેવાની ફરીથી ચીમકી આપવામાં આવી છે. નર્મદા ડેમમાં જમીન ગુમાવનાર ગુજરાત,મહારાષ્ટ્ર અને ,મધ્યપ્રદેશ ના અસરગ્રસ્ત વસાહતીઓ કેવડિયા કોલોની ના પુર્નવસવાટની કચેરી ના કંપાઉન્ડ માં ગત તા-15 જુલાઈ થી ઉપવાસ આંદોલન પર બેઠા છે.
આંદોલનના 134 દિવસે પણં માંગણી સંતોષાઇ નથી
આજે તેમના આ આંદોલન નો 134મો દિવસ છે. ડેમ માટે જમીન ગુમાવનારા અસરગ્રસ્તોને અલગ-અલગ વસાહતોમાં નર્મદા પુર્નવસવાટ એજન્સી દ્રારા વસાવાયા હતા.જે બાદ 1985 થી સતત તેમની માંગણીઓ નહિ સંતોષાતા આખરે ગત તા-15 જુલાઈ થી ઉપવાસઆંદોલન નો આરંભ કર્યો હતો. આ આંદોલનકારીઓની માંગ છે કે અમારી વસાહતોમાં પાણી પણ મળતું નથી તેમજ અસરગ્રસ્તોને સરકારી નોકરી આપવાના વાયદાઓ પણ સરકારે નિભાવ્યા નથી.
આ આંદોલનને 134 દિવસ થવા છતાં સરકાર દ્વારા કોઈ નિકાલ ના આવતા આંદોલનકારીઓએ સરકારને ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા ત્વરિત તેમની માંગણીઓ નહિ સ્વીકારાય તો નર્મદા બંધની મુખ્ય કેનાલ ના દરવાજા બંધ કરી કેનાલ માં જતા પાણી ને અટકાવીશું અને ટર્બાઇન બંધ કરી વીજઉત્પાદન બંધ કરીશું અને આ માટે કોઈ નિશ્ચિત તારીખ નથી આપતા પણ ગમે ત્યારે આ આંદોલન કરવામાં આવશે. સંમેલનમાં મેઘા પાટકર, જિકુ તડવી, કરણસિંહ વસાવા, પ્રફુલ વસાવા સહીત ના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...