તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલ્ફી વીથ શૌચાલયનો નવતર અભિગમ, 100 ટકા કામ પૂર્ણ કરવાના પ્રયાસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લામાં ઘરે ધરે શૌચાલયો બને તે માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હવે જે વ્યકિતના ઘરે શૌચાલય બન્યું છે તેઓ શૌચાલય સાથે સેલ્ફી લઇ વહીવટીતંત્રને મોકલી શકશે.

જેના ઘરે શૌચાલય બન્યું છે તેઓ ફોટો તંત્રને મોકલી શકશે

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક વ્યકતિના ઘરે શૌચાલય હોવા પર ભાર મુકવામાં આવી રહયો છે. ડીડીઓ ડૉ.રણજીતકુમાર સિંહ અવનવા પ્રયોગો કરી રહયાં છે. સાંપ્રત સમયમાં દરેક વ્યકિતમાં સેલ્ફી લેવાનો ક્રેઝ જોવા મળી રહયો છે ત્યારે જિલ્લામાં સેલ્ફી વીથ શૌચાલયનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે વ્યકિતના ઘરે શૌચાલય બન્યું છે તેઓ પોતાના શૌચાલય સાથે સેલ્ફી લઇને વહીવટીતંત્રને મોકલી શકશે.

શૌચાલયની કામગીરી 100% પૂર્ણ કરવા પ્રયાસો વેગવંતા

શૌચાલયો બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે શાળામાં બાળકોની હાજરી વખતે ઘરે શૌચાલય છે કે નહિ તેમ પૂછવામાં આવે છે તેમજ ડોકટરો તેમના પ્રિસ્ક્રિપશન પર દર્દીના ઘરે શૌચાલયની સુવિધા છે કે કેમ તેની નોંધ કરે છે. જાહેરમાં શૌચક્રિયા કરનારાઓ માટે દંડની તથા તેમના ઘરની બહાર થાળી વગાડવાની પણ જોગવાઇ કરાઇ છે. મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, જાહેરમાં શૌચક્રિયા કરવાથી ગંદકી તો ફેલાઇ છે. લોકોનું સ્વાસ્થય પણ ખરાબ થાય છે.

જાહેરમાં શૌચક્રિયા મુકત જિલ્લો બનશે

નર્મદામાં દરેક વ્યકિતના ઘરે શૌચાલય બને તથા લોકો તેનો ઉપયોગ કરતાં થાય તે માટે અનેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યાં છે અને તેનાથી લોકોમાં જાગૃતિ પણ આવી છે. નર્મદા જિલ્લો ટું ક સમયમાં જાહેરમાં શૌચક્રિયા મુકત જિલ્લો બનશે. - ડૉ. રણજીતકુમાર સિંહ, ડીડીઓ, નર્મદા
અન્ય સમાચારો પણ છે...