તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા ડેમનાં ઇમરજન્સી બાયપાસ ટનલનાં 4 ગેટ ખોલી ટેસ્ટીંગ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડિયા: નર્મદા કંટ્રોલ ઓથોરીટીની મંજૂરી મેળવી નર્મદા નિગમ દ્વારા શુક્રવારે સવારે કટોકટીના સમયે કામ આવતા ઇમરજન્સી બાયપાસ ટનલનાં 4 ગેટ ખોલીને તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી બાયપાસ ટનલનાં 4 ગેટ વારાફરતી ખોલી કેનાલમાં 15000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા ડેમ સતત 35માં દિવસે પણ 122.03 મીટરની સપાટીએ હોવાથી 11 સેમીથી ઓવરફલો થઇ રહ્યો છે.
દર વર્ષે ઓવરફલો વખતે જ આઇબીપીટીનું ટેસ્ટીંગ કરાય છે
નર્મદા નિગમ દ્વારા ઓવરફલો ટાંણે પાણીની આવક થઇ રહી છે ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજુરી મેળવી શુક્રવારે સવારે 11.30 થી બપોરે 3 કલાક સુધી ડેમના ઈમરજન્સી સમયે કામ આવતા IBPTના 4 ગેટ ખોલીને તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.વારાફરતી 4 ગેટનું ટેસ્ટીંગ કરીને 15000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ સરદાર સરોવરમાં 48,201 કયુસેક પાણીની આવક થાય છે અને 62,148 કયુસેક પાણીનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઇમરજન્સી બાયપાસ ટનલનાં પરીક્ષણ કાર્યક્રમ વેળા અધિક્ષક ઇજનેર આર.જી.કાનુગો, ઇજનેર જે.કે.ગરાસીયા, એ.વી. ગજ્જર, જીસેક, નર્મદા કંટ્રોલ ઓથારોટી સહિતના અધિકારીઓની ટીમ, સમગ્ર સ્ટાફ ,ઇજનેરો, હેલ્પરો હાજર રહ્યાં હતા. જેનો રીપોર્ટ નર્મદા નિગમ નર્મદા કંટ્રોલ ઓથોરીટી અને સરકારને સુપરત કરવામાં આવશે.
IBPT શું છે: પાણીની કટોકટી વેળા કેનાલમાં પાણી પહોંચાડે છે
ગુજરાતમાં વરસાદ ઓછો પડે, ખેડૂતો પાણીની માંગ કરે અને સૌરાષ્ટ કચ્છમાં પાણીની કટોકટી સર્જાય ત્યારે જો સરદાર સરોવરમાં પણ પાણીની સપાટી નીચી હોય. પાવર હાઉસ પણ બંધ હોય. તો કેનાલમાં પાણી લાવવા માટે ખાસ ઈમરજન્સી બાય પાસ ટનલ બનાવાઇ છે. કટોકટીમાં આઇબીપીટીના ગેટો ખોલીને મુખ્ય કેનાલમાં પાણી છોડી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાઇ છે.
( તસવીર - પ્રવિણ પટવારી )
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો