તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા-અંકલેશ્વર વચ્ચે ટ્રેન ઉથલાવાનું કાવતરું નિષ્ફળ, મોટી દુર્ઘટના ટળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: નર્મદા જિલ્લાના આમલેથા ગામ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા ઇસમોએ 80 જેટલી પેડલ કલીપ કાઢી નાંખી હતી. જોકે ગેંગમેનની સતર્કતાને કારણે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ થયું છે. આ ટ્રેક પરથી રાજપીપળા- અંકલેશ્વર વચ્ચે ટ્રેન પસાર થાય છે. બનાવને પગલે પોલીસ અને રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી  છે. કાવતરાખોરોને ઝડપી પાડવા  માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે.

રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

રાજપીપળા અંકલેશ્વર બ્રોડગેજ ટ્રેન સવારે અને સાંજે બે ટાઈમ રાજપીપલા આવે છે, આ લાઇન પર આમલેથા અને કુમસગામ વચ્ચે લગભગ 100 મીટર લાઈનના બંને બાજુના પાટાને ફિટ કરવામાં આવતી પેડલ ક્લિપ એક બાજુ ની 30 અને બીજી બાજુ ના 50 જેટલી ક્લિપો મળી કુલ  80 જેટલી પેડલ ક્લીપો કાઢી કોઈ અજાણ્યા ઈસમો લઈ ગયાનું જણાયું હતું. પેડલ કલીપને કારણે પાટા જમીન સાથે અને એકમેક સાથે જોડાયેલા રહે છે અને ટ્રેનનું એલાઇમેન્ટ જાળવે છે.

સ્થાનિક ગેંગમેનને ચેકીંગ દરમ્યાન પેડલ કલીપ નહિ હોવાનું જણાતાં તે ચોંકી ઉઠ્યો હતો અને  તાત્કાલિક આમલેથા પોલીસને જાણ કરી હતી.  જેથી પોસઈ એ.ડી.મહંત તેમની  ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા  અને રેલ વિભાગને જાણ કરતાં અંકલેશ્વર, ભરૂચ અને સુરતથી રેલવે અધિકારીઓ દોડી આવ્યાં હતાં.અને તાત્કાલિક  અસરથી ટ્રેકનું  સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને  સાંજે આવતી ટ્રેન આ ટ્રેક પરથી પસાર કરાઇ હતી.

કલીપ વિના ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શકયતા

રેલવે ટ્રેક પર નાંખવામાં આવતાં પેડલ કલીપ એકદમ સામાન્ય છે.બજારમાં તેની કોઇ કિંમત નથી પણ તે પાટાને સ્લીપર સાથે જકડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કલીપ વિના પાટા હલી જતાં ટ્રેન ઉથલી પડવાની પુરેપુરી શકયતા રહેલી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, રેલવે વિભાગ નિષ્ક્રિય....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો