તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા મચ્છરોનો ઉપદ્રવને ડામવા પાલિકાનું સફાઇ અભિયાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા: રાજપીપળામાં મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો વકરી રહયો છે. સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફીવર, શરદી તથા ખાંસીના રોજના 300થી વધારે દર્દીઓ નોંધાઇ રહયાં છે. નગરમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે પાલિકાએ સફાઇ અભિયાનને વધારે સઘન બનાવી દીધું છે. દિવસની સાથે રાત્રે પણ સફાઇ કર્મચારીઓ તેમની ફરજ બજાવી રહયાં છે. રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં રોજ સફાઈ થાય જ છે પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં ગંદકી રહી ગઈ હોય ખુલ્લી ગટરોને કારણે મચ્છર માખીનો ઉપદ્રવ વધી જતા રાજપીપલા માં રોગચાળા એ માથું ઉચક્યું એ બાબત ના દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા પાલિકા પ્રમુખ અલ્કેશ સિંહ ગોહિલના ની સૂચના થી સફાઈ ટિમો સવારે અને સાંજે પણ સફાઈ માટે લગાવી ખાસ કરીને રાત્રી સફાઈ ની ટીમો વધારી દેવાઈ છે અને ફોગીંગ થી માંડીને ડીડીટી પાઉડર નો છંટકાવ પણ જાહેરમાર્ગો પર કરવામાં આવી રહ્યું છે.
 
ગટરોમાં ડીડીટી પાવરડ છાટવામાં આવી રહયો છે
પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજપીપલા નગરપાલિકા એ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ માટે સતર્ક રહી જરૂરી સફાઈ તો નિયમ મુજબ થાય જ છે અને હાલ રોગચાળો વધ્યો હોય તો સફાઈ પણ વધારી ડીડીટી પાઉડર, ફોગીંગ સહીત છંટકાઉં કરી રહ્યા છે અને શુદ્ધ પાણી તો આપીયે છે. છતાં તેમાં પણ સાવચેતી રાખવામાં આવશે. ખુલ્લી ગટરો હોવાને કારણે આ મચ્છરો વધે તો ડીડીટી પાઉડર પણ તમામ વિસ્તારોમાં છાંટવામાં આવી રહ્યો છે. અને નાસ્તા, પાણી પુરી ની લારીઓ અને હોટલો ને પણ જરૂરી સફાઈ રાખવા માટેની હવે સૂચના આપવામાં આવશે.
 
નાસ્તાઓની લારીઓ પર ચેકિંગ કરાશે

મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે પાલિકા સક્રિય બની છે. નાસ્તાની લારીઓ પર અાકસ્મિક ચેકિંગ કરવામાં આવી રહયું છે. અખાદ્ય ખોરાકને કારણે રોગચાળો ન વકરે તે માટે પાલિકાની ટીમોએ લારી તથા હોટલ સંચાલકોને જરૂરી સ્વચ્છતા રાખવાની તાકીદ કરી છે.  આગામી દિવસોમાં લારીઓ તથા હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાશે.
 
ફોગિંગ કરવામાં આવી રહયું છે

નગરમાં પાલિકાની ટીમો સફાઇની સાથે ફોગિંગની પણ કામગીરી કરી રહી છે. ઉનાળામાં મચ્છરો વધી જતાં હોવાને કારણે વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવી રહયું છે. આરોગ્યની તપાસ માટે ડોર ટુ ડોર સર્વે તથા મેડીકલ કેમ્પ યોજવા સહિતના આયોજનો પાલિકા કરી રહી છે. હાલ તો નગરમાં વધી રહેલાં દર્દીઓ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યાં છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો